પાકિસ્તાનનું શેર બજાર તુટી પડ્યુ! મિનિટોમાં કરોડોનું ધોવાણ

અટલ સમાચાર, ડેસ્ક પુલવામા હુમલા બાદ ભારતીય વાયુસેનાએ સીમા પાર છુપાઈ બેઠેલા આતંકીઓ વિરુદ્ધ મોટી કાર્યવાહી કર્યા બાદ ગભરાયેલા રોકાણકારોએ પાકિસ્તાનથી પૈસા પરત લેવાનું શરી કરી દીધું છે. બુધવારે પાકિસ્તાનનું શેર બજાર તુટી પડ્યું હતું. પાકિસ્તાનનું કરાચી સ્ટોક એક્સચેન્જના બેન્ચમાર્ક ઇન્ડેક્સ કેએસઈ-100 મિનિટોમાં 1000 પોઇન્ટથી વધુ તૂટી ગયો. આ ગાબડાથી પાકિસ્તાનના કરોડો રૂપિયા ડૂબી ગયા
 
પાકિસ્તાનનું શેર બજાર તુટી પડ્યુ! મિનિટોમાં કરોડોનું ધોવાણ

અટલ સમાચાર, ડેસ્ક

પુલવામા હુમલા બાદ ભારતીય વાયુસેનાએ સીમા પાર છુપાઈ બેઠેલા આતંકીઓ વિરુદ્ધ મોટી કાર્યવાહી કર્યા બાદ ગભરાયેલા રોકાણકારોએ પાકિસ્તાનથી પૈસા પરત લેવાનું શરી કરી દીધું છે. બુધવારે પાકિસ્તાનનું શેર બજાર તુટી પડ્યું હતું. પાકિસ્તાનનું કરાચી સ્ટોક એક્સચેન્જના બેન્ચમાર્ક ઇન્ડેક્સ કેએસઈ-100 મિનિટોમાં 1000 પોઇન્ટથી વધુ તૂટી ગયો. આ ગાબડાથી પાકિસ્તાનના કરોડો રૂપિયા ડૂબી ગયા છે. એક્સપર્ટ્સનું કહેવું છે કે પાકિસ્તાનની આર્થિક સ્થિતિ ખૂબ જ નાજુક છે. એવામાં ભારતની સાથે તણાવ વધવાથી રોકાણકારોમાં ગભરાટ ફેલાયો છે.

કરાચીનું શેર બજાર એક સમયે 1500 પોઇન્ટ સુધી તૂટી ગયું હતું. છેલ્લા બે દિવસમાં બજાર 2000 પોઇન્‍ટ તૂટી ગયું છે. બીજી તરફ, છેલ્લા 12 દિવસમાં 6 ટકાનું નુકસાન થયું છે.

જાણવા મળ્યા મુજબ પાકિસ્તાનની અર્થવ્યવસ્થા ખૂબ જ નાજુક સ્થિતિમાં છે. જો સ્થિતિ વધુ બગડે છે તો કરાચી શેર બજારમાં ભારે ઘટાડો થઈ શકે છે.