પાલનપુરઃ કલેક્ટરના હસ્તે 17 લાખના વિકાસ કામોનું ખાતમૂર્હત કરાયું

અટલ સમાચાર, પાલનપુર પાલનપુર તાલુકાના પીંપળી ગામે અગમેંટેશન ઈન ટેપ કનેક્ટીવીટી ઈન રૂરલ એરીયા અંતર્ગત આંતરીક પીવાના પાણીની યોજનાના રૂ. ૧૭.૬૪ લાખના કામોનું બનાસકાંઠા જિલ્લા કલેક્ટર સંદીપ સાગલેના હસ્તે ખાતમૂર્હત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે કલેક્ટર સંદીપ સાગલેએ નવા વર્ષની શુભેચ્છા પાઠવતાં ગ્રામજનોને જણાવ્યું કે, નવું વર્ષ આ ગામ માટે ખુબ સરસ દિવસ લઇને આવ્યું
 
પાલનપુરઃ કલેક્ટરના હસ્તે 17 લાખના વિકાસ કામોનું ખાતમૂર્હત કરાયું

અટલ સમાચાર, પાલનપુર

પાલનપુર તાલુકાના પીંપળી ગામે અગમેંટેશન ઈન ટેપ કનેક્ટીવીટી ઈન રૂરલ એરીયા અંતર્ગત આંતરીક પીવાના પાણીની યોજનાના રૂ. ૧૭.૬૪ લાખના કામોનું બનાસકાંઠા જિલ્લા કલેક્ટર સંદીપ સાગલેના હસ્તે ખાતમૂર્હત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે કલેક્ટર સંદીપ સાગલેએ નવા વર્ષની શુભેચ્છા પાઠવતાં ગ્રામજનોને જણાવ્યું કે, નવું વર્ષ આ ગામ માટે ખુબ સરસ દિવસ લઇને આવ્યું છે કે પ્રથમ દિવસે જ પીવાના પાણી માટેની લાખો રૂપિયાની યોજનાનું ખાતમૂર્હત કરાયું છે.

કલેક્ટર સંદીપ સાગલેએ જણાવ્યું હતું કે, ગામના વિકાસ માટે સરકાર દ્વારા વિવિધ યોજનાઓ અમલી છે તેનો લાભ લઇ ગામને વિકાસની નવી ઉંચાઇએ લઇ જઇએ. ગામડામાં રહેતા લોકોને પણ સરકારની વિવિધ સેવાઓના લાભ પોતાના ઘર આંગણે મળી રહે તે માટે સેવા સેતુ કાર્યક્રમ યોજવામાં આવે છે તેનો લાભ લેવા તેમણે ગ્રામજનોને જણાવ્યું હતું. નવા કેલેન્ડર વર્ષના પહેલાં દિવસે ગ્રામજનોને પાણીનો સદઉપયોગ કરવા તેમજ સ્વચ્છતા રાખવાના સંકલ્પ લેવા જણાવ્યું હતું.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો 

આ પ્રસંગે પાણી પુરવઠા વિભાગના અધિક ઈજનેર આર. એમ. મહેરીયા, કાર્યપાલ ઈજનેર એમ. એન. ગુપ્તા, નાયબ કાર્યપાલ ઈજનેર અનિલભાઈ પ્રજાપતિ, યુનિટ મેનેજર વાસ્મો કૈલાશબેન મેવાડા, જિ.પંચાયત સદસ્ય લાલજીભાઇ કરેણ, પીપળી ગામના સરપંચ, પાણી સમિતિના સભ્યઓ તેમજ મોટી સંખ્યા ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.