ઘટસ્ફોટ@પાલનપુર: ચડ્ડી બનિયાનધારી ગેંગના 3 ઇસમ ઝબ્બે, 6 જીલ્લાની 86 ચોરી કબૂલી

અટલ સમાચાર ડોટ કોમ, પાલનપુર બનાસકાંઠા LCBએ રાજ્યના અલગ-અલગ જીલ્લાના 86 ઘરફોડ ચોરી કેસના આરોપીઓને ઝડપી પાડ્યા છે. બનાસકાંઠા LCBની ટીમે ચોક્કસ બાતમી મેળવી ટેક્નિકલ સર્વેલન્સના આધારે 2 ઇસમોને ઝડપી પુછપરછ કરી હતી. જેમાં ઇસમોએ અન્ય 5 ઇસમો સાથે મળી રાજ્યના 6 જીલ્લામાં કુલ 86 ઘરોમાં ચોરી કર્યાનું કબૂલ્યુ હતુ. જેથી LCBએ કુલ 3 ઇસમોને
 
ઘટસ્ફોટ@પાલનપુર: ચડ્ડી બનિયાનધારી ગેંગના 3 ઇસમ ઝબ્બે, 6 જીલ્લાની 86 ચોરી કબૂલી

અટલ સમાચાર ડોટ કોમ, પાલનપુર

બનાસકાંઠા LCBએ રાજ્યના અલગ-અલગ જીલ્લાના 86 ઘરફોડ ચોરી કેસના આરોપીઓને ઝડપી પાડ્યા છે. બનાસકાંઠા LCBની ટીમે ચોક્કસ બાતમી મેળવી ટેક્નિકલ સર્વેલન્સના આધારે 2 ઇસમોને ઝડપી પુછપરછ કરી હતી. જેમાં ઇસમોએ અન્ય 5 ઇસમો સાથે મળી રાજ્યના 6 જીલ્લામાં કુલ 86 ઘરોમાં ચોરી કર્યાનું કબૂલ્યુ હતુ. જેથી LCBએ કુલ 3 ઇસમોને ઝડપી પાડી બીજા 5 ઇસમોને ઝડપી લેવા વધુ કવાયત હાથ ધરી છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

રેન્જ આઇજી જે.આર.મોથાલિયા અને બનાસકાંઠા SP તરૂણ દુગ્ગલે જીલ્લામાં ઘરફોડ ચોરીના અનડીટેક્ટ ગુનાઓ શોધી કાઢવા સુચના આપેલ છે. જે અનુસંધાને LCB PI એચ.પી.પરમારના માર્ગદર્શન હેઠળ LCB PSI આર.જી.દેસાઇ, જી.એમ.ભુંભાણી અને PVSI એમ.એસ.ચૌહાણ સહિતની ટીમે તપાસ શરૂ કરી હતી. જેમાં ચોક્કસ બાતમી આધારે પાલનપુર પશ્વિમ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી રાકેશ બચુભાઇ મોહનીયા, બાલુ મથુરભાઇ માવી (બંને રહે.વડવા, તા.ગરબાડા, જી.દાહોદ)વાળાને ઝડપી પાડ્યા હતા. જ્યાં તેમની પુછપરછ દરમ્યાન ચોંકાવનારી વિગતો સામે આવી હતી.

સૂત્રોએ જણાવ્યું હતુ કે, ઝડપાયેલા ઇસમોએ અન્ય 5 ઇસમો સાથે મળી 6 જીલ્લાઓમાં ઘરફોડ ચોરી કરી હોવાનું કબૂલ્યુ હતુ. જેમાં બનાસકાંઠામાં 50, સાબરકાંઠામાં 6, મહેસાણામાં 18, ગાંધીનગરમાં 1, અરવલ્લીમાં 2 અને આણંદ જીલ્લામાં 9 ઘરોમાં ચોરી કર્યાનું સામે આવ્યુ છે. જેથી LCBએ ત્રણેય ઇસમોને ઝડપી પાડી અન્ય 5ઇસમોને ઝડપી લેવા કવાયત હાથ ધરી છે. આ સાથે ઝડપાયેલા ઇસમો પાસેથી સોના-ચાંદીના દાગીના સહિત કુલ કિ.રૂ.6,17,448નો મુદ્દામાલ જપ્ત કર્યો છે.

LCBએ 3ને દબોચ્યાં, 5 ઇસમને ઝડપી લેવા કવાયત

બનાસકાંઠા LCBએ ઘરફોડ ચોરી કેસમાં રાકેશ બચુભાઇ મોહનીયા, બાલુ મથુરભાઇ માવી (બંને રહે.વડવા, તા.ગરબાડા, જી.દાહોદ) અને દીલીપ મણીલાલ સોની, રહે.દાહોદને દબોચી લીધા છે. આ સાથે દિનેશ માનસીંગભાઇ બારીયા, સુનીલ જોરસીંગ બારીયા, મનોજ ઉર્ફે મુન્નાભાઇ જોરસીંગ બારીયા, મુકેશ મથુરભાઇ માવી અને અલ્કેશ મેઘજીભાઇ મોહનીયા (તમામ રહે.વડવા, તા.ગરબાડા, જી.દાહોદ)વાળાને ઝડપી લેવા કવાયત હાથ ધરી છે.