આ સમાચાર ને શેર કરવા અહીં ક્લિક કરો

અટલ સમાચાર, પાલનપુર

લોકડાઉનના લીધે રાજસ્થાનમાં વિવિધ જગ્યાએ રોકાયેલા ૪૭૦ જેટલાં ગુજરાતીઓને પોતાના વતન પરત લાવવાની વ્યવસ્થા સરકારની સુચના પ્રમાણે બનાસકાંઠા જિલ્લા વહીવટીતંત્ર દ્વારા કરવામાં આવી છે. બનાસકાંઠા કલેક્ટર સંદીપ સાગલેની સુચના અને માર્ગદર્શન પ્રમાણે ધાનેરા પ્રાંત અધિકારી યોગેશ ઠક્કર અને તેમની ટીમ તથા આરોગ્ય વિભાગની ટીમ નેનાવા બોર્ડર પહોંચી રાજસ્થાનથી બસ મારફતે લાવવામાં આવેલા. તમામ લોકોની મેડીકલ તપાસ કરાવી તેમને ફૂડ પેકેટ અને પાણી સહિતની વ્યવસ્થા પુરી ગુજરાતના જુદા જુદા જિલ્લામાં તેમના ઘર સુધી મુકવા માટેની વ્યવસ્થા કરવામાં આવી છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

ધાનેરા પ્રાંત અધિકારી યોગેશ ઠક્કરે જણાવ્યું કે, લોકડાઉન દરમ્યાન રોકાયેલા લોકોને પોતાના વતનમાં પહોંચાડવા માટે બંને રાજ્યોની સરકાર દ્વારા નક્કી કરાયા પ્રમાણે રાજસ્થાનથી ૪૭૦ લોકોને બસ મારફત લાવવામાં આવ્યા છે અને બીજા હજુ આવવાના બાકી છે. રાજસ્થાનથી આવેલા તમામ લોકોની આરોગ્ય વિભાગ દ્વારા તપાસ કરવામાં આવી છે. આવનાર લોકો સુરત, રાજકોટ અને ગાંધીધામના છે તેમને બસ મારફત પોતાના વતનમાં મુકવા માટેની વ્યવસ્થા પણ કરવામાં આવી છે.

આ સમાચાર ને શેર કરવા અહીં ક્લિક કરો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code