પાલનપુર: ગૌશાળામાંથી બાતમીને આધારે 50 કિલો ગાંજો જપ્ત કરાયો
અટલ સમાચાર,પાલનપુર (અંકુર ત્રિવેદી) બનાસકાંઠાના પાલનપુરમાં આવેલ એક ગૌશાળામાં ગાંજાનો વેપાર અને ખેતી થતી હોવાની બાતમી પોલીસને મળતી પોલીસે રેડ કરી 50 કિલો ગાંજો જપ્ત કરતા ખળભળાટ મચી ગયો છે. પાલનપુરની ગૌશાળામાં ગાંજાનો વેપાર અને ખેતી થતી હોવાની બાતમી પાલનપુર પુર્વ પોલીસને મળી હતી. જે આધારે પાલનપુર પુર્વ પોલીસ અને એસઓજીની સંયુકત ટીમ બનાવી ઓપરેશન
May 25, 2019, 16:37 IST

અટલ સમાચાર,પાલનપુર (અંકુર ત્રિવેદી)
બનાસકાંઠાના પાલનપુરમાં આવેલ એક ગૌશાળામાં ગાંજાનો વેપાર અને ખેતી થતી હોવાની બાતમી પોલીસને મળતી પોલીસે રેડ કરી 50 કિલો ગાંજો જપ્ત કરતા ખળભળાટ મચી ગયો છે.
પાલનપુરની ગૌશાળામાં ગાંજાનો વેપાર અને ખેતી થતી હોવાની બાતમી પાલનપુર પુર્વ પોલીસને મળી હતી. જે આધારે પાલનપુર પુર્વ પોલીસ અને એસઓજીની સંયુકત ટીમ બનાવી ઓપરેશન પાર પાડયુ હતુ. જેમા 908 ગાંજાના છોડ સહિત અંદાજીત 50 કિલો ગાંજો જપ્ત કરવામાં આવ્યો હતો.