ખળભળાટ@પાલનપુર: મહિલાને કારણે એકસાથે 8 વ્યક્તિને કોરોના આવ્યો

અટલ સમાચાર, પાલનપુર પાલનપુર નજીક ગઠામણ ગામે આજે સાંજે એકસાથે 8 વ્યક્તિને કોરોના પોઝીટીવ આવતાં ખળભળાટ મચી ગયો છે. અગાઉના પોઝીટીવ દર્દી મહિલાને કારણે બે પરિવારને ચેપ લાગ્યો હોવાનું સામે આવ્યું છે. આથી આરોગ્ય વિભાગની ટીમ યુધ્ધના ધોરણે 8 વ્યક્તિના સંક્રમિતોને શોધવા કામે લાગી છે. જિલ્લામાં કુલ 29 કેસ થઇ જતાં ચકચાર મચી ગઇ છે.
 
ખળભળાટ@પાલનપુર: મહિલાને કારણે એકસાથે 8 વ્યક્તિને કોરોના આવ્યો

અટલ સમાચાર, પાલનપુર

પાલનપુર નજીક ગઠામણ ગામે આજે સાંજે એકસાથે 8 વ્યક્તિને કોરોના પોઝીટીવ આવતાં ખળભળાટ મચી ગયો છે. અગાઉના પોઝીટીવ દર્દી મહિલાને કારણે બે પરિવારને ચેપ લાગ્યો હોવાનું સામે આવ્યું છે. આથી આરોગ્ય વિભાગની ટીમ યુધ્ધના ધોરણે 8 વ્યક્તિના સંક્રમિતોને શોધવા કામે લાગી છે. જિલ્લામાં કુલ 29 કેસ થઇ જતાં ચકચાર મચી ગઇ છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

બનાસકાંઠા જિલ્લાના પાલનપુર તાલુકાના ગઠામણ ગામમાં હાહાકાર જેવી સ્થિતિ બનતી જાય છે. કડક લોકડાઉન વચ્ચે કોરોના વાયરસનાં દર્દીઓ વધી રહ્યા છે. સોમાભાઇને કારણે તેમના પુત્ર અજયને, આ અજયને કારણે, જયંતિભાઈ પરમારને, જયંતિને કારણે તેમની બહેન વર્ષાને કોરોના વાયરસ થયો હતો. હવે આ વર્ષા પરમારનો ચેપ બે પરિવારની કુલ 8 વ્યક્તિને લાગ્યો છે. આથી આજે એકસાથે કુલ 8 કેસ કોરોના પોઝીટીવ આવતાં સમગ્ર પંથકમાં ફફડાટ વ્યાપી ગયો છે. આ તમામને બનાસ મેડિકલ કોલેજની કોવિડ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

સૂત્રોએ જણાવ્યું હતું, આ 8 વ્યક્તિને કારણે સંક્રમણ ક્યાં સુધી પહોંચ્યું ? તે જાણવું અત્યંત મહત્વનું હોવાથી આરોગ્ય તંત્ર દ્વારા હાઇ રિસ્ક અને લો રિસ્ક હેઠળના સંપર્ક શોધવા દોડધામ મચી ગઇ છે. આવી સ્થિતિમાં શંકાસ્પદોની સંખ્યા વધી શકે તેમ હોઇ હાલ કુલ 29 કોરોના દર્દીઓની સંખ્યા પણ વધી શકે છે. આ તમામ બાબતો ધ્યાને લઇ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા કડક લોકડાઉન યથાવત રાખવા અને પોઝીટીવ દર્દીઓનાં સંપર્કવાળાની યાદી તૈયાર કરવામાં આવી રહી છે.