આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

અટલ સમાચાર,પાલનપુર

બનાસકાંઠાના પાલનપુર ખાતે રર ફેબ્રુઆરીએ ગુજરાત ગુરુ બ્રાહ્મણ સમાજનો નવમો સમુહલગ્નોત્સવ યોજાયો હતો. આ સમુહલગ્નોત્સવમાં ગુજરાત ગુરુ બ્રાહ્મણ સમાજના પુર્વ પ્રમુખ- ચેરમેન,ડો.આંબેડકર અંત્યોદય વિકાસ નિગમ અને ભાજપ પ્રદેશ અનુસુચિત જાતિ મોરચાના રાજય કક્ષા મહામંત્રી ગૌતમભાઇ ગેડીયા મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહયા હતા. આ સમુહલગ્નોત્સવમાં ગુજરાત ગુરુ બ્રાહ્મણ સમાજના પ્રમુખ જે.વી.શ્રીમાળી, ગુ.ગુ.બ્રા.સ.ના બનાસકાંઠા પ્રમુખ અરવિંદ ચોરાસિયા, ગુ.ગુ.બ્રા.સ.ના મહેસાણા પ્રમુખ બિપિનભાઇ શ્રીમાળી, રાકેશભાઇ શ્રીમાળી, શંખેશ્વર ગુરૂગાદીના વચનદાસ બાપુ, સવિતાબેન શ્રીમાળી, કોર્પોરેટર-રાધનપુર નગરપાલિકા, મગનભાઇ માળી સહિત નામી-અનામી મહેમાનો ઉપસ્થિત રહયા હતા.

આ સમુહલગ્નોત્સવમાં 23 નવયુગલોએ પ્રભુતામાં પગલાં માંડ્યા હતાં. ઉપસ્થિત મહેમાનોએ નવદંપતીઓને સુખી, સમુદ્ર અને સફળ દામપત્ય જીવન માટે આશીર્વાદ સહ શુભકામનાઓ પાઠવી હતી. આ પ્રસંગે ગૌતમભાઇએ સમાજને એક અને નેક બનવાનું સુચન કર્યુ હતુ. સમુહલગ્નોત્સવમાં ખુબ જ મોટી સંખ્યામાં સમાજના લોકો ઉપસ્થિત રહયા હતા.

આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code