પાલનપુરઃજિ.પં.ના કારકૂનનો આપઘાત, અધિકારીએ ત્રાસ ગુજાર્યાના આક્ષેપ

અટલ સમાચાર, ડીસા, પાલનપુર બનાસકાંઠા જિલ્લા પંચાયતના કારકૂને મંગળવારે મોડી સાંજે આપઘાત કરી લેતા પંથકમાં શોકની લાગણી ફરી વળી છે. હિસાબી અધિકારીના માનસિક ત્રાસથી લલીત રાવલે મોત પસંદ કર્યું હોવાનું મૃતકના પરિવારજનો કહી રહ્યા છે. આ તરફ અધિકારી ચેતન પટેલે સમગ્ર મામલે આક્ષેપો સામે પોતાનો બચાવ કરી દુઃખદ ઘટના ગણાવી છે. Video: ઉત્તર ગુજરાતની સૌથી
 
પાલનપુરઃજિ.પં.ના કારકૂનનો આપઘાત, અધિકારીએ ત્રાસ ગુજાર્યાના આક્ષેપ

અટલ સમાચાર, ડીસા, પાલનપુર

બનાસકાંઠા જિલ્લા પંચાયતના કારકૂને મંગળવારે મોડી સાંજે આપઘાત કરી લેતા પંથકમાં શોકની લાગણી ફરી વળી છે. હિસાબી અધિકારીના માનસિક ત્રાસથી લલીત રાવલે મોત પસંદ કર્યું હોવાનું મૃતકના પરિવારજનો કહી રહ્યા છે. આ તરફ અધિકારી ચેતન પટેલે સમગ્ર મામલે આક્ષેપો સામે પોતાનો બચાવ કરી દુઃખદ ઘટના ગણાવી છે.

Video:

ઉત્તર ગુજરાતની સૌથી મોટી બનાસકાંઠા જિલ્લા પંચાયતના પરિવારના કર્મચારીએ આપઘાત કર્યો છે. હિસાબી શાખાના કારકૂન લલીત રાવલ છેલ્લા કેટલાક સમયથી ડિપ્રેશનમાં ચાલી રહ્યા હતા. હિસાબી શાખાના અધિકારી ચેતન પટેલ અને મૃતક લલીચ રાવલ વચ્ચે સરકારી કામગીરી મામલે અવાર-નવાર ચર્ચા થતી હતી. વર્ષ 2004થી બદલી ન થઈ હોવાથી હિસાબી શાખામાં ટપાલ કામગીરી સંભાળતા હતા.

જોકે અચાનક છેલ્લા એક મહિનાથી અંદરો-અંદર ગુંગળામણ અનુભવતા લલિત રાવલે મંગળવારે મોડી સાંજે પોતાના ઘરે ગોળીઓ ખાઈ આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ છે. ઘટનાને પગલે પરિવારજનોએ હિસાબી અધિકારી ચેતન પટેલ ઉપર આક્ષેપો કર્યા છે કે તેમણે ગાળાગાળી કરી અને લાફો ઝીંકતા લલીતે મોત પસંદ કર્યું છે.