આ સમાચાર ને શેર કરવા અહી ક્લિક કરો.

અટલ સમાચાર,વડગામ ( જગદીશ શ્રીમાળી)

ગુરુ બ્રાહ્મણ સમાજ બનાસકાંઠા સંચાલિત શ્રી અંબે ક્રેડિટ કો.ઓપરેટીવ સો.લી.પાલનપુરની બેઠક મંગલમ્ સંકુલ પાલનપુર ખાતે મળી હતી.જેમાં નવિન હોદેદારો ની સર્વો નુ મતે વરણી કરવામાં આવી હતી.

પાલનપુર નજીક આવેલા આકેસણ ફાટક પાસે મંગલમ્ શૈક્ષણિક સંકુલ ખાતે શ્રી અંબે ક્રેડિટ કો.ઓપરેટીવ.સો.ના હોદેદારો,કારોબારી સભ્યો,અને સભાસદો સાથે બેઠક યોજાઇ હતી. જેમાં અધ્યક્ષ વી.ડી.શર્મા અને મંત્રી મધુસુનભાઇ.શ્રીમાળી(ચડોતર) દ્વારા ગત વર્ષે ના હીસાબો રજુ કર્યા હતા અને નવા હોદ્દેદારો ની નિમણુક કરવા જણાવાયું હતું જેમાં શ્રી અંબે ક્રિડીટ કો.ઓપરેટીવ.સો.ના નવા હોદ્દેદારો ની સર્વોનુમતે વરણી કરાઇ હતી અધ્યક્ષ પદે મોહનલાલ શ્રીમાળી (નાદોત્રા) ની સર્વાનુમતે વરણી કરાઇ હતી.

નવા  સભાસદો બનાવીને કો.ઓપરેટીવ સો.ને વધુ સદ્ધર બનાવવા સૌએ કટ્ટીબધ્ધા બતાવી હતી આ પ્રસંગે મફતલાલ ચોરાસિયા,(એદરાણા) ગુરુ બ્રાહ્મણ સમાજ બનાસકાંઠા ના પ્રમુખ અરવિંદભાઇ ચોરાસિયા, જયરામભાઇ પંડ્યા, પ્રવિણભાઇ શ્રીમાળી (ચાંગા) પોપટલાલ કોલાતર(મગરવાડા) જીવરાજ ભાઇ જોષી(પસવાદળ) ગણપતભાઇ સેંગલ(પાલનપુર) હસમુખભાઇ  શ્રીમાળી (કુભાસણ) જગદીશ શ્રીમાળી (પેપોળ) સહીત મોટી સંખ્યામાં સભાસદો હાજર રહ્યા હતાં.

આ સમાચાર ને શેર કરવા અહી ક્લિક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code