પાલનપુરઃ આપત્તિ વ્યાવસ્થાપન અંતર્ગત ઇન્ટર એજન્સી ગૃપની બેઠક યોજાઇ

અટલ સમાચાર, પાલનપુર પાલનપુર ખાતે આપત્તિ વ્યેવસ્થાપન અંતર્ગત ઇન્ટીર એજન્સી ગૃપની ઝોનલ સ્તરની સંકલન- સંવાદ બેઠક નિવાસી અધિક કલેકટર એલ. બી. બાંભણીયાના અધ્યેક્ષ સ્થાને યોજાઇ હતી. નિવાસી અધિક કલેકટરએ જણાવ્યું કે આપત્તિ વ્યવસ્થાપનના ભાગરૂપે આપણી પાસે હમેંશાં આગોતરૂ આયોજન અને તૈયારી હોવી જોઇએ. ભૂતકાળના અનુભવોમાંથી શીખ મેળવી વધુ સુદઢ આયોજન કરવા તેમણે ઉપયોગી માર્ગદર્શન આપ્યું
 
પાલનપુરઃ આપત્તિ વ્યાવસ્થાપન અંતર્ગત ઇન્ટર એજન્સી ગૃપની બેઠક યોજાઇ

અટલ સમાચાર, પાલનપુર

પાલનપુર ખાતે આપત્તિ વ્યેવસ્થાપન અંતર્ગત ઇન્ટીર એજન્સી ગૃપની ઝોનલ સ્તરની સંકલન- સંવાદ બેઠક નિવાસી અધિક કલેકટર એલ. બી. બાંભણીયાના અધ્યેક્ષ સ્થાને યોજાઇ હતી. નિવાસી અધિક કલેકટરએ જણાવ્યું કે આપત્તિ વ્યવસ્થાપનના ભાગરૂપે આપણી પાસે હમેંશાં આગોતરૂ આયોજન અને તૈયારી હોવી જોઇએ. ભૂતકાળના અનુભવોમાંથી શીખ મેળવી વધુ સુદઢ આયોજન કરવા તેમણે ઉપયોગી માર્ગદર્શન આપ્‍યું હતું. તેમણે કહ્યું કે સરકારી તંત્ર ઉપરાંત સ્વૈચ્છીક સંસ્થાઓના સંકલનમાં રહેવાથી કામગીરી સારી રીતે કરી શકાય છે.

યુનિસેફના ડી.આર. આર. સુસાંતા કુમાર સાહુએ વિવિધ હિતધારકો વચ્ચે સંકલન અને સંવાદની જરૂરીયાત તથા મહત્વ વિશે સુંદર માર્ગદર્શન આપ્યુંર હતું. પ્રો. કો. ઓર્ડીનેટર કિરીટકુમાર પરમારએ આપત્તિ સમયે જરૂરી કામગીરીમાં સંકલન અને આયોજનનું મહત્વ સમજાવી હમેશાં તૈયાર અને સજ્જ રહેવા જણાવ્યું હતું.

આ પ્રસંગે ડિઝાસ્ટારને અનુલક્ષી વિવિધ બાબતો અંગે વિસ્તૃત ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. પ્રારંભમાં આવકાર અને બેઠકનો ઉદ્દેશ ડીઝાસ્ટવર મામલતદાર રમીલાબેન પટેલએ જણાવ્યો હતો. આ પ્રસંગે ડિઝાસ્ટ્ર ડી.પી.ઓ. સંજયકુમાર ચૌહાણ સહીત સ્વૈચ્છીક સંસ્થાઓના પ્રતિનિધિઓ વગેરે ઉપસ્થિાત રહ્યા હતા.