પાલનપુરઃ નીતિ આયોગની સ્ટડી વિઝીટને અનુલક્ષી બેઠક યોજાઇ

અટલ સમાચાર, પાલનપુર ડીસ્ટ્રીકટ ઇરીગેશન પ્લાનના અમલીકરણ અને સુધારા અંગેના સુચનો માટે નીતિ આયોગ નવી દિલ્હીની ટીમ તા.27 ઓગષ્ટથી 31 ઓગષ્ટ-2019 દરમ્યાન બનાસકાંઠા જિલ્લાની મુલાકાતે આવશે. નીતિ આયોગની સ્ટડી વિઝીટને અનુલક્ષી પાલનપુર ખાતે જિલ્લા વિકાસ અધિકારી બી.એ.શાહના અધ્યક્ષસ્થાને સબંધિત વિભાગના અધિકારીઓ સાથે બેઠક યોજાઇ હતી. આ બેઠકમાં સિંચાઇ, વન વિભાગ, નર્મદા, સીપુ, વોટર શેડ, આત્મા,
 
પાલનપુરઃ નીતિ આયોગની સ્ટડી વિઝીટને અનુલક્ષી બેઠક યોજાઇ

અટલ સમાચાર, પાલનપુર

ડીસ્ટ્રીકટ ઇરીગેશન પ્‍લાનના અમલીકરણ અને સુધારા અંગેના સુચનો માટે નીતિ આયોગ નવી દિલ્હીની ટીમ તા.27 ઓગષ્‍ટથી 31 ઓગષ્‍ટ-2019 દરમ્યાન બનાસકાંઠા જિલ્લાની મુલાકાતે આવશે. નીતિ આયોગની સ્ટડી વિઝીટને અનુલક્ષી પાલનપુર ખાતે જિલ્લા વિકાસ અધિકારી બી.એ.શાહના અધ્યક્ષસ્થાને સબંધિત વિભાગના અધિકારીઓ સાથે બેઠક યોજાઇ હતી.

આ બેઠકમાં સિંચાઇ, વન વિભાગ, નર્મદા, સીપુ, વોટર શેડ, આત્મા, બાગાયત, જીએલડીસી અને જીજીઆરસી સહીત ઇરીગેશનને લગતા વિભાગો દ્વારા છેલ્લા ત્રણ વર્ષમાં કરવામાં આવેલ કામગીરીની સમીક્ષા કરવામાં આવી હતી.

જેમાં ગુજરાતના બનાસકાંઠા અને બોટાદ જિલ્લાને આવરી લેવામાં આવ્યા છે. ભારત સરકારના નીતિ આયોગના અધિકારી ગોપાલ શરણ, સાઇન્ટીન્ટ-સી, નીતિ આયોગ નવી દિલ્હી અને કુશાગ્ર શર્મા, નિયામક સેન્ટ્રલ વોટર કમિશન, ગાંધીનગર, ન્યુ દિલ્હી તા.27 ઓગષ્‍ટથી31 ઓગષ્‍ટ2019 સુધી બનાસકાંઠા જિલ્લાની મુલાકાત લઇ કામગીરીનું નિરીક્ષણ કરશે.

બેઠકમાં જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક આર.વી.વાળા, સિંચાઇના કાર્યપાલક ઇજનેર આર.એન.નિનામા, આત્માના પ્રોજેક્ટ ડાયરેકટર તેજલ શેઠ, જિલ્લા ખેતીવાડી અધિકારી પી.કે.પટેલ, નાયબ બાગાયત નિયામક જે.બી.સુથાર, નાયબ ખેતી નિયામક ભરતભાઇ પટેલ, પાણી પુરવઠાના કાર્યપાલક ઇજનેર ગુપ્‍તા સહિત અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતાં.