આ સમાચાર ને શેર કરવા અહીં ક્લિક કરો

અટલ સમાચાર, પાલનપુર

ગરીબ અને નિરાધાર વિધવા મહિલાઓને વિધવા પેન્શન સહાયના ફોર્મનું નિઃશુલ્ક વિતરણ કરવાની સાથે જેને પણ મફત ફોર્મ આપે તેની પાસેથી વચન લે છે કે, તેઓ પોતાના જીવનકાળ દરમ્યાન ઓછામાં ઓછા 1 વ્યક્તિને તો કોઈપણ રીતે મદદરૂપ થશે અને તે વ્યક્તિને પણ પોતાના જીવનકાળ દરમ્યાન ઓછામાં ઓછા બીજા 1 વ્યક્તિને મદદરૂપ થવાના વચને બાંધે છે.

પાલનપુર નગરપાલિકાના પૂર્વ નગરસેવક ભરત ઠાકોર કે જેઓએ લગભગ પાંચ વર્ષ પહેલાં ગુજરાત સરકારની મુખ્યમંત્રી મા અમૃતમ યોજનાના આશરે 1 લાખથી વધારે ફોર્મનું નિઃશુલ્ક વિતરણ કરેલ હતું અને તાજેતરમાં જ કેન્દ્ર સરકારની આયુષ્યમાન ભારત યોજનાનો પણ સર્વ પ્રથમ કેમ્પ તેઓના મત વિસ્તાર વોર્ડ નં. 7 કે જ્યાંથી તેમના પત્ની ભારતીબેન ઠાકોર ચૂંટાયેલા છે. ત્યાં કેમ્પ કર્યા બાદ આ યોજનાનો વધુમાં વધુ લોકોને લાભ મળી રહે તે હેતુથી પાલનપુર નગરપાલિકા હદ વિસ્તારના અન્ય વોર્ડ તથા બનાસકાંઠા જિલ્લાના અન્ય ગામડાઓમાં પણ કેમ્પ કરી લોકોને આ કાર્ડ કઢાવી આપવાનું અભિયાન ઉપડેલ છે. તેની સાથે જ વર્તમાન સમયમાં સરકારની ગરીબ વિધવા મહિલાઓ માટેની વિધવા પેન્શન યોજનાનો પણ વધુમાં વધુ લાભાર્થીઓને તેની સહાય મળી રહે તે હેતુથી આવી ગરીબ મહિલાઓને મફત ફોર્મ આપવાની સાથે જેને ફોર્મ આપે તેમને અને સોશ્યલ મિડિયાના માધ્યમથી આખા ગુજરાતના સમાજ સેવકો તથા જન પ્રતિનિધિઓને સમાજ સેવા કરવા વચનબદ્ધ કરવાની અપીલ કરેલ કે અમે તો તમને મફત ફોર્મ તથા માહિતી આપીએ જ છીએ.

પરંતુ તમે પણ પોતાના જીવનકાળ દરમિયાન ઓછામાં ઓછા એક વ્યક્તિ આ યોજના અથવા તો તમારી શક્તિ મુજબ બીજી કોઈપણ રીતે મદદ કરવાના વચન લો…અને તમે જેને પણ આવી નિઃસ્વાર્થ મદદ કરો તેની પાસેથી પણ વચન લેજો કે તે વ્યક્તિ પણ પોતાના જીવનકાળ દરમ્યાન ઓછામાં ઓછા એક વ્યક્તિની મદદ ચોક્કસથી કરશે. આમ કરવાથી લોકોમાં એકબીજાને મદદરૂપ થવાની ભાવના તો કેળવાશે જ સાથે સાથે ભાઈચારો પણ કેળવાશે.

આ સમાચાર ને શેર કરવા અહીં ક્લિક કરો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code