પાલનપુરઃ વિધવા પેન્શન યોજનાની માહિતી આપતો કાર્યક્રમ યોજાયો

અટલ સમાચાર, પાલનપુર પાલનપુરની નિર્મલ હાઈસ્કૂલમાં અભ્યાસકાળથી જ વિદ્યાર્થીઓમાં જરૂરિયાત મંદ લોકોની મદદ કરવાની ભાવના કેળવાય તેવા સંસ્કારોનું સિંચન કરવા માટે વિધવા પેન્શન યોજનાની માહિતી આપતો કાર્યક્રમ યોજાયો. અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો પાલનપુર શહેરની નવા આર.ટી.ઓ. કચેરી સામે આવેલી નિર્મલ હાઈસ્કૂલમાં આજે શાળાના સંચાલકો માવુંસિંહ ડાભી, રાજેન્દ્રસિંહ જાડેજા અને પ્રિન્સીપાલ અનિલભાઈ
 
પાલનપુરઃ વિધવા પેન્શન યોજનાની માહિતી આપતો કાર્યક્રમ યોજાયો

અટલ સમાચાર, પાલનપુર

પાલનપુરની નિર્મલ હાઈસ્કૂલમાં અભ્યાસકાળથી જ વિદ્યાર્થીઓમાં જરૂરિયાત મંદ લોકોની મદદ કરવાની ભાવના કેળવાય તેવા સંસ્કારોનું સિંચન કરવા માટે વિધવા પેન્શન યોજનાની માહિતી આપતો કાર્યક્રમ યોજાયો.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

પાલનપુર શહેરની નવા આર.ટી.ઓ. કચેરી સામે આવેલી નિર્મલ હાઈસ્કૂલમાં આજે શાળાના સંચાલકો માવુંસિંહ ડાભી, રાજેન્દ્રસિંહ જાડેજા અને પ્રિન્સીપાલ અનિલભાઈ સાણોદરિયા તથા તેમની ટીમના સહયોગથી પાલનપુર નગરપાલિકાના સ્ટ્રીટલાઇટ ચેરમેન ભારતી બી. ઠાકોરે આ શાળામાં અભ્યાસ કરતા અંદાજીત સાડા ચારસો વિદ્યાર્થીઓ સુધી ગુજરાત સરકારની વિધવા પેન્શન યોજનાની માહિતી આપી હતી. અને તેના ફોર્મ નિઃશુલ્ક પહોંચાડી તે વિદ્યાર્થીઓ દ્વારા પોત પોતાના ગામ કે વિસ્તારોમા આ યોજનાનો વધુમાં વધુ લાભ પહોંચી શકે તે માટે તેની માહિતી આપી હતી.

આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ વિદ્યાર્થીકાળમાં જ વિદ્યાર્થીઓમાં જરૂરિયાતમંદ લોકોને મદદ કરવાની સેવાભાવના કેળવાય તેવા સંસ્કારોનું સિંચન કરવાનો હતો. લોકોની સેવા કરી પુણ્ય કમાવવા માટે આ રીતના જ કાર્યક્રમો હજુ પણ બનાસકાંઠા જિલ્લાની કોઈપણ શાળામાં કરવાની સંચાલકોને ઈચ્છા હોય તો તે માટે તે યોજનાની માહિતી અને ફોર્મ નિઃશુલ્ક આપવામાં માટે ભારતી બી. ઠાકોરે પોતાના મો.8980798583 ઉપર સંપર્ક કરવા જાહેર અપીલ કરી હતી.