પાલનપુરઃ શ્રમયોગી અને લઘુ વ્યાપારી માનધન યોજનાનો કાર્યક્રમ યોજાયો

અટલ સમાચાર, પાલનપુર પ્રધાનમંત્રી શ્રમયોગી માનધન યોજના અને પ્રધાનમંત્રી લઘુ વ્યાપારી માનધન યોજના હેઠળ લાભાર્થીને 60 વર્ષની ઉંમર પુરી થતાં રૂ. 3 હજારનું માસિક પેન્શન મળશે તેમ પાલનપુર સિવીલ હોસ્પીટલ ખાતે સાંસદ પરબતભાઇ પટેલે પેન્શન સપ્તાહના શુભારંભ કાર્યક્રમ પ્રસંગે જણાવ્યું હતું. તેમણે કહ્યું કે, નિવૃત્તિ પછી જેમ કર્મચારીઓને પેન્શન મળે છે તેવી જ રીતે લારીગલ્લાવાળા,
 
પાલનપુરઃ શ્રમયોગી અને લઘુ વ્યાપારી માનધન યોજનાનો કાર્યક્રમ યોજાયો

અટલ સમાચાર, પાલનપુર

પ્રધાનમંત્રી શ્રમયોગી માનધન યોજના અને પ્રધાનમંત્રી લઘુ વ્યાપારી માનધન યોજના હેઠળ લાભાર્થીને 60 વર્ષની ઉંમર પુરી થતાં રૂ. 3 હજારનું માસિક પેન્શન મળશે તેમ પાલનપુર સિવીલ હોસ્પીટલ ખાતે સાંસદ પરબતભાઇ પટેલે પેન્શન સપ્તાહના શુભારંભ કાર્યક્રમ પ્રસંગે જણાવ્યું હતું. તેમણે કહ્યું કે, નિવૃત્તિ પછી જેમ કર્મચારીઓને પેન્શન મળે છે તેવી જ રીતે લારીગલ્લાવાળા, કડીયા કારીગરો, સીમાંત ખેડૂતો, લઘુ વેપારીઓ અને શ્રમિકોને પણ 60 વર્ષની ઉંમર પછી પેન્શન આપવાની યોજનાનો પ્રારંભ કરવામાં આવ્યો છે.

આ યોજના દરેક લોકો સુધી પહોંચે તે માટે લાભાર્થીઓની નોંધણી કરવાના માટે તા.30 નવેમ્બર-2019 થી તા.6 ડિસેમ્બર-2019 સુધી પેન્શન સપ્તામહની ઉજવણી કરવામાં આવશે. આ યોજનાનો અસંગઠિત ક્ષેત્ર સાથે સંકળાયેલા તમામ શ્રમયોગીઓ તથા લઘુ વ્યાપારીઓ લાભ લઇ શકે છે. સાંસદએ કહ્યું કે, બનાસકાંઠા જિલ્લામાં પ્રધાનમંત્રી શ્રમયોગી માનધન યોજનામાં અત્યાર સુધી 15,063 લોકોએ પોતાની નોંધણી કરાવી છે. બનાસકાંઠા જિલ્લાના શ્રમયોગીઓ અને લઘુ વેપારીઓને આ યોજનાનો લાભ લેવા તેમણે અનુરોધ કર્યો હતો.

અટલ સમાચાર વોટ્સએપમાં મેળવવા અહિ ક્લિક કરો 

સાંસદ પરબતભાઇ પટેલે કહ્યું કે, પ્રધાનમત્રી શ્રમયોગી માનધન યોજના અને પ્રધાનમંત્રી લઘુ વ્યાપાર માનધન યોજના આ બન્ને યોજનાઓમાં જોડાવા માટેની ઉંમર-18 થી 40 વર્ષની છે અને માસિક રૂા. 55 થી 200 સુધીનો ફાળો સીધો તેમના ખાતામાંની કપાઇ જશે. તેની સામે લાભાર્થી જે ફાળો ભરે તેટલો જ ફાળો કેન્દ્ર સરકાર દ્વારા તેમના ખાતામાં જમા કરાવવામાં આવશે. આ ફાળાની રકમ શ્રમયોગી 60 વર્ષની ઉંમરે પહોંચે ત્યાં સુધી ભરવાની રહેશે. 60 વર્ષની ઉંમર પૂર્ણ થયા બાદ લાભાર્થીને દર મહિને રૂા. 3 હજાર પેન્શવન મળશે. પેન્શન શરૂ થયા બાદ જો લાભાર્થીનું અવસાન થાય તો તેના પતિ અથવા પત્નિ‍ને અડધું એટલે કે, રૂા.1500/- માસિક પેન્શન મળશે તેમ તેમણે જણાવ્યું હતું.

સાંસદએ કહ્યું કે, માસિક રૂ.15,000/-થી ઓછી આવક ધરાવતા લારીગલ્લાવાળા, કડીયા કારીગરો, સીમાંત ખેડૂતો અને છુટક મજુરી કરતા શ્રમિકો પ્રધાનમંત્રી માનધન યોજનામાં જોડાઇ શકે છે. તેવી જ રીતે વાર્ષિક રૂ. 1.5 કરોડથી ઓછું ટર્નઓવર ધરાવતા નાના વ્યાપારીઓ પ્રધાનમંત્રી લઘુ વ્યાપારી માનધન યોજનાનો લાભ લઇ શકે છે. આ યોજનાનો લાભ લેવા માટે આધારકાર્ડ, સેવિંગ્સાબેંક અથવા જનધન બેંક ખાતાની વિગતો, વપરાશમાં હોય તે મોબાઇલ નંબર અને પ્રથમ ફાળાની રકમ લઇને નજીકના કોમન સર્વિસ સેન્ટવર ઉપર જઇ નોંધણી કરાવી લાભ મેળવી શકશે. તેમણે કહ્યું કે, આ યોજના કેન્દ્ર સરકારશ્રીના શ્રમ અને રોજગાર મંત્રાલય દ્વારા શ્રમિકોને વૃધ્ધાવસ્થામાં સહારો આપવા શરૂ કરવામાં આવી છે ત્યારે આ યોજનાની લોકોને જાણકારી આપી અન્યને મદદરૂપ બનીએ.