આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

અટલ સમાચાર,પાલનપુર

પાલનપુર ખાતે કલેકટર સંદીપ સાગલેના અધ્યક્ષ સ્થાને ચિલ્ડ્રન એન્ડ એડોલેશન રિસોર્સ સેન્ટરની સમીક્ષા બેઠક યોજાઇ હતી. બેઠકમાં કલેકટરે રિસોર્સ સેન્ટ્રો દ્વારા કરવામાં આવેલ કામગીરીની સમીક્ષા કરી હતી. કલેકટે કહ્યું કે બાળકો એ આવતીકાલનું ભવિષ્ય છે જેથી બાળકોના હિત અને કલ્યાકણ માટે સંવેદનશીલતાથી પરિણામદાયી કામગીરી કરીએ.

વિવિધ અધિકારીઓ સાથે કામગીરીની સમીક્ષા દરમિયાન કલેકટરએ વધુ સારી રીતે કામગીરી કરવા જણાવ્યું હતું. તેમણે અધિકારીઓને જણાવ્યું કે બાળકોના હિત અને કલ્યારણ માટે અમલી સરકારની વિવિધ યોજનાઓના બાળકોને લાભ આપવામાં આવે તેમજ બાળકો અધવચ્ચેથી અભ્યાસ ન છોડી દે, બાળલગ્ન નું દૂષણ સમાપ્તે કરી દેવાય તેમજ જરૂરતમંદ તમામ બાળકોને યોજનાઓના લાભ સરળતાથી મળી રહે તે માટે હકારાત્મજક અભિગમ સાથે આયોજનપૂર્વક સફળ કામગીરી કરીએ.

ઉલ્લેખનીય છે કે બનાસકાંઠા જીલ્લાના તમામ તાલુકાઓમાં તાલુકા કક્ષાએ જનસુવિધા કેન્દ્રો ખાતે ચિલ્ડ્રન એન્ડ એડોલેશન રિસોર્સ સેન્ટરો કાર્યરત છે. આ સેન્ટરો દ્વારા બાળ સુરક્ષા અને બાળ કલ્યાણ માટે સરકારની વિવિધ યોજનાઓ થકી કામગીરી કરવામાં આવે છે.

બેઠકમાં બાળ સુરક્ષાના નિષ્ણાંત યુનિસેફના વેદપ્રકાશ ગૌતમ, જીલ્લા બાળ સુરક્ષા અધિકારી ડો. એન.વી.મેણાત, સંવેદના ટ્રસ્ટ વિરમપુરના પ્રમુખ હસમુખભાઇ પટેલ, પ્રોજેક્ટ કો.ઓર્ડીનેટર શિલ્પામબેન વૈષ્ણવ તથા વહીવટીતંત્રના શિક્ષણ, આરોગ્ય, પોલીસ સહીત વિવિધ કચેરીના અધિકારીઓ ઉપસ્થિ‍ત રહ્યા હતા.

આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code