પાલનપુરઃ ચૂંટણી અધિકારી અને કલેકટર દ્વારા નોડલ ઓફિસરોની કામગીરીની સમીક્ષા કરાઇ

અટલ સમાચાર, પાલનપુર ચૂંટણી કામગીરી દિલથી કરી લોકશાહીના આ મહાપર્વની ભવ્ય ઉજવણી કરવા જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટર, બનાસકાંઠા સંદીપ સાગલેએ નોડલ અધિકારીઓના કામગીરીની સમીક્ષા કરતાં જણાવ્યું હતું. બનાસકાંઠા જિલ્લામાં લોકસભાની સામાન્ય ચૂંટણી મુક્ત, ન્યાયી અને શાંતિપૂર્ણ માહોલમાં યોજાય તથા ચૂંટણીના સરળ સંચાલન અને દેખરેખ માટે બનાસકાંઠા જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટર દ્વારા 26 જેટલાં
 
પાલનપુરઃ ચૂંટણી અધિકારી અને કલેકટર દ્વારા નોડલ ઓફિસરોની કામગીરીની સમીક્ષા કરાઇ

અટલ સમાચાર, પાલનપુર

ચૂંટણી કામગીરી દિલથી કરી લોકશાહીના આ મહાપર્વની ભવ્ય ઉજવણી કરવા જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટર, બનાસકાંઠા સંદીપ સાગલેએ નોડલ અધિકારીઓના કામગીરીની સમીક્ષા કરતાં જણાવ્યું હતું.

બનાસકાંઠા જિલ્લામાં લોકસભાની સામાન્ય ચૂંટણી મુક્ત, ન્યાયી અને શાંતિપૂર્ણ માહોલમાં યોજાય તથા ચૂંટણીના સરળ સંચાલન અને દેખરેખ માટે બનાસકાંઠા જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટર દ્વારા 26 જેટલાં નોડલ ઓફિસરોની નિમણુંક કરવામાં આવી છે. આ નોડલ ઓફિસરોને સોંપાયેલ કામગીરી અન્વયે તેમના દ્વારા કરવામાં આવેલ કામગીરીની સમીક્ષા કરવામાં આવી હતી. જેમાં જિલ્લા ચૂંટણી અધિકારીએ જણાવ્યું કે અંતરીયાળ અને છેવાડાના ગામોના લોકો મતદાન સરળતાથી કરી શકે તે માટે ગોઠવવામાં આવેલ વ્યવસ્થા અંગે વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી.

પાલનપુરઃ ચૂંટણી અધિકારી અને કલેકટર દ્વારા નોડલ ઓફિસરોની કામગીરીની સમીક્ષા કરાઇ

આ ઉપરાંત દિવ્યાંગ અને શતાયુ મતદારોને મતદાન મથક સુધી લાવવા માટેની વ્યવસ્થા અંગે પણ સમીક્ષા કરવામાં આવી હતી. કલેકટરએ લોકોમાં મતદાન કરવા અંગે જાગૃતિ કેળવાય તે માટે સ્વીપ કાર્યક્રમને વધુ અસરકારક બનાવવા સંબધિત અધિકારીઓને સુચના આપી હતી. પોલીંગ સ્ટાફ, સુરક્ષા સ્ટાફને મતદાન મથક સુધી લાવવા-લઇ જવા વગેરે બાબતોના માઇક્રો પ્‍લાનીંગ કરી તે પ્રમાણે કામગીરી કરવા જણાવ્યું હતું.

બેઠકમાં નિવાસી અધિક કલેકટર એલ.બી.બાંભણીયા, નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી વાય.પી.ઠક્કર, નોડલ અધિકારી આદર્શ આચારસંહિતા અને જિ.ગ્રામ વિકાસ એજન્સીના નિયામક આર. વી. વાળા, પ્રાયોજના વહીટદાર જી. એસ. પરમાર, નાયબ પોલીસ અધિક્ષક આર.કે.પટેલ સહિત વિવિધ સમિતિના નોડલ ઓફિસરઓ ઉપસ્થિત રહ્યાં હતાં.