આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

અટલ સમાચાર,પાલનપુર

પાલનપુરની 181 મહીલા અભયમની ટીમે ડિસાના રેલ્વે ગોડાઉન બાજુમાં સાસરિયામાં રહેતી વિધવા મહિલા સંતોકબેન લોધા ઉ.વ.૪૪ સાસરીયામાં સસરા જોડે અવાર નવાર ઝઘડા થતા હોઇ ગુરૂવારના રોજ ઘર છોડી ચાલી ગઇ હતી.

ત્યારે ડિસાના રેલ્વે ફાટક પાસે મહિલા બેઠી હોવાનો 181 અભયમની ટીમ પર કોલ આવતા
પાલનપુર 181 અભયમ ના કાઉન્સિલર મધુબેન વાઘેલા,હે.કો સરોજબેન ચૌહાણ, પાઇલોટ વશનાભાઇ દેસાઇ તાત્કાલિક સ્થળ પર પંહોચી આ મહિલાની કાઉન્સિલર મધુબેન વાઘેલાએ પુછપરછ કરી હતી.

જેથી મહિલા સસરા જોડે ઝઘડો થવાનુ જણાવતા આ પગલુ ભર્યુ હોવાનુ જાણવા મળતા 181 અભયમ ની ટીમે તે મહિલાને ઘરે લઇ જઇ સસરા જોડે સમાધાન કરાવી રાજી ખુશીથી મેળાપ કરાવવાની પ્રસંશનિય કામગિરી કરી ત્રણ સંતાનોની માતાનું ઘર ભાગતુ બચાવી લીધુ હતુ.

આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code