પાલનપુરઃ ખાનગી હોસ્પિટલોમાં સેવા નહીં કરનાર, તબીબો વિરૂધ્ધ કાર્યવાહી થશે

અટલ સમાચાર, પાલનપુર કોરોના વૈશ્વિક મહામારીના લીધે શરૂઆતના સમયમાં પ્રાઇવેટ ડોક્ટર્સ પોતાની હોસ્પિટલ, દવાખાના બંધ રાખતા હતા. જિલ્લા વહીવટીતંત્રના પ્રયત્નોથી અને ઇન્ડિયન મેડીકલ એસોસિએશનના સહયોગથી જિલ્લામાં ઘણા ખરાં ડોક્ટર્સઓએ પોતાના દવાખાનાઓ, હોસ્પિટલો શરૂ કરી છે અને ઓ.પી.ડી. શરૂ કરી છે. પરંતું હજુ ઘણા ખાનગી તબીબો પોતાના દવાખાનામાં દર્દીઓને સારવાર આપતા નથી અને સેવાઓ બંધ કરી
 
પાલનપુરઃ ખાનગી હોસ્પિટલોમાં સેવા નહીં કરનાર, તબીબો વિરૂધ્ધ કાર્યવાહી થશે

અટલ સમાચાર, પાલનપુર

કોરોના વૈશ્વિક મહામારીના લીધે શરૂઆતના સમયમાં પ્રાઇવેટ ડોક્ટર્સ પોતાની હોસ્પિટલ, દવાખાના બંધ રાખતા હતા. જિલ્લા વહીવટીતંત્રના પ્રયત્નોથી અને ઇન્ડિયન મેડીકલ એસોસિએશનના સહયોગથી જિલ્લામાં ઘણા ખરાં ડોક્ટર્સઓએ પોતાના દવાખાનાઓ, હોસ્પિટલો શરૂ કરી છે અને ઓ.પી.ડી. શરૂ કરી છે. પરંતું હજુ ઘણા ખાનગી તબીબો પોતાના દવાખાનામાં દર્દીઓને સારવાર આપતા નથી અને સેવાઓ બંધ કરી છે. આ બાબત બનાસકાંઠા કલેક્ટર સંદીપ સાગલેએ ખાનગી તબીબોને પોતાની હોસ્પિટલોમાં કોવિડ-૧૯ સિવાયથી તમામ સારવાર તાત્કાલિક શરૂ કરવા જણાવ્યું છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

કોવિડ-૧૯ સિવાયના અન્ય રોગો માટેની સારવાર શરૂ નહીં કરનાર તબીબો વિરૂધ્ધ ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ હેઠળ
જિલ્લા વહીવટીતંત્ર દ્વારા કાર્યવાહી કરવામાં આવશે. આ એક્ટ હેઠળ રજીસ્ટ્રેશન કેન્સલ કરવા સહિતના પગલાં લેતાં
વહીવટીતંત્ર ખચકાશે નહી તેમ કલેકટરએ જણાવ્યું છે.