આ સમાચાર ને શેર કરવા અહી ક્લિક કરો.

અટલ સમાચાર, વડગામ (જગદિશ શ્રીમાળી)

પાલનપુર થી આબુરોડ જવાના નેશનલ હાઈવે ઉપર આવેલા ગંગાસાગર નજીક પાલનપુર દવાખાને જઇ રહેલી એબ્યુલન્સ કાર ડીવાયડર ચઢી જઇને રોન્ગ સાઇડ રોડ ઉપરથી નાળુ કુદીને બાજુના ખાડામાં ઉતરી ગઇ હતી. આબુરોડ તરફથી દર્દીને લઇને પાલનપુર તરફ આવી રહેલી એબ્યુલન્સ કારને અમીરગઢ તાલુકાના ઇકબાલગઢ નજીક આવેલા ગંગાસાગર પાસે ગમખ્વાર અકસ્માત નડ્યો હતો. જેમાં કાર રોડની વચ્ચે આવેલા ડીવાયડર પર ચઢી જઇને રોન્ગ સાઇડના રોડ પર આવેલુ નાળા ઉપરથી પટકાયને રોડની બાજુમાં આવેલા ખાડામાં ઉતરી ગઇ હતી. જેમાં કારમાં બેઠેલા ચાર જેટલા લોકોનેને ઇજાઓ થતાં તાત્કાલિક પાલનપુર સારવાર અર્થે લઈ જવાયા હતા. આ અકસ્માત એટલો ભયંકર હતો કે નજરે જોનારા કંપી ઊઠે પણ ઘટના સ્થળેથી પ્રાપ્ત વિગત મુજબ કોઇ મોટી જાનહાની થઇ ન હોવાનું જાણવા મળ્યું છે.

આ સમાચાર ને શેર કરવા અહી ક્લિક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code