પાલનપુરઃપંદર દિવસથી સારવાર લઈ રહેલ આંગણવાડી કાર્યકરને સ્વાઈન ફ્લૂ ભરખી ગયો

અટલ સમાચાર, વડગામ અમીરગઢ તાલુકાના રાજપુરીયા ગામમાં આવેલ આંગણવાડી કાર્યકર તરીકે ફરજ બજાવતી મહીલા છેલ્લા પંદર દીવસથી સ્વાઇનફલુની બિમારી સામે ઝઝુમી રહી હતી. અમદાવાદની ખાનગી હોસ્પીટલના બિસાને સારવાર લઇ રહ્યા બાદ અંતે પણ આંગણવાડી કાર્યકરનુ મોત થતા ચકચાર મચી ગઇ છે. આથી જિલ્લા આરોગ્યતંત્ર સામે અનેક સવાલો ખડા થયા છે. રાજપુરીયા ગામની આંગણવાડી કેન્દ્રમાં કાર્યકર
 
પાલનપુરઃપંદર દિવસથી સારવાર લઈ રહેલ આંગણવાડી કાર્યકરને સ્વાઈન ફ્લૂ ભરખી ગયો

અટલ સમાચાર, વડગામ

અમીરગઢ તાલુકાના રાજપુરીયા ગામમાં આવેલ આંગણવાડી કાર્યકર તરીકે ફરજ બજાવતી મહીલા છેલ્લા પંદર દીવસથી સ્વાઇનફલુની બિમારી સામે ઝઝુમી રહી હતી. અમદાવાદની ખાનગી હોસ્પીટલના બિસાને સારવાર લઇ રહ્યા બાદ અંતે પણ આંગણવાડી કાર્યકરનુ મોત થતા ચકચાર મચી ગઇ છે. આથી જિલ્લા આરોગ્યતંત્ર સામે અનેક સવાલો ખડા થયા છે.

રાજપુરીયા ગામની આંગણવાડી કેન્દ્રમાં કાર્યકર તરીકે ફરજ બજાવતી અને પાલનપુર શહેરમાં રહેતા ગીતાબેન કોલાતરને પંદર દીવસ પહેલા તાવ, શરદી, ખાંસી થવા પામી હતી. જેને પાલનપુર સિવિલમાં સારવાર આપવામાં આવી હતી અને તપાસ કરતા શંકાસ્પદ સ્વાઇનફલુ જણાતા સિવિલ સત્તાધીશો દ્વારા અમદાવાદ રીફર કરી દેવાયા હતા. જયાં આ મહીલાને અમદાવાદની સિવિલમા સારવાર આપવા છતા કોઇજ ફરક ન પડતા તેમના કુંટુંમ્બીજનો દ્વારા અમદાવાદની ખાનગી હોસ્પીટલમા સારવાર માટે દાખલ કરાઇ હતી. આ આંગણવાડી કાર્યકર બહેને પંદર દીવસ ની સારવાર લીધા બાદ મોત થતા તેમના કુટુમ્બીજનોમા શોક છવાઇ જવા પામ્યો છે.

ગુરૂબ્રાહ્મણ સમાજ બનાસકાંઠા પણ આ મહીલાના મોતથી ઉંડા શોકમાં ગરકાવ થઈ ગયો છે. સ્વાઇનફલુની બિમારીનો ભોગ બની ને મોતને ભેટેલ આંગણવાડી કાર્યકરને અમીરગઢ તાલુકાની આંગણવાડી બહેનો તેમજ સુપરવાઇઝર બહેનો દ્રારા મૌન પાળી શ્રધ્ધાંજલિ અપાઇ હતી. પાલનપુરમાં સ્વાઇનફલુની બિમારીમાં એકનુ મોત થવા છતાં આરોગ્યતંત્ર કુંભકર્ણની નિંદ્રામાં પોઢી રહ્યુ છે જેને લઇને લોકોમા અનેક તર્ક-વિર્તક સાથે આરોગ્યતંત્ર સામે સવાલો થઇ રહ્યા છે.