આ સમાચાર ને શેર કરવા અહી ક્લિક કરો.

અટલ સમાચાર,ડીસા (અંકુર ત્રિવેદી)

વિશ્વકલ્યાવણ અને આંતરરાષ્ટ્રીય સદભાવના ઉદ્દેશથી તેમજ દેશમાં ગાંધીજીના મૂલ્યોને ઉજાગર કરવા કેન્દ્રીય જળ પરિવહન, રસાયણ અને ખાતર વિભાગના રાજયમંત્રી મનસુખ માંડવીયાની ઉપસ્થિતીમાં બનાસકાંઠા જીલ્લાના ડીસા તાલુકાના ઢુવાથી સામઢી-નાઢાણીવાસ સુધી આંતરરાષ્ટ્રીય પદયાત્રા યોજાઇ હતી. જેમાં વિશાળ સંખ્યામાં લોકો સ્વ્યંભુ જોડાયા હતા. પદયાત્રાના રૂટ પર આવતા ગામોના લોકો દ્વારા કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયા, મહાનુભાવો અને પદયાત્રિકોનું ભવ્ય સ્વાગત અને સન્માન કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયાએ પ્રાસંગીક પ્રવચન કરતાં જણાવ્યું કે ગાંધીજીની ૧૫૦મી જન્મો જયંતિની ઉજવણી અંતર્ગત વિશ્વ કલ્યાણના ઉદ્દેશથી બનાસકાંઠા જીલ્લામાં આંતરરાષ્ટ્રીય પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. તેમણે કહ્યું કે ગાંધીજીના વિચારો અને મૂલ્યો થકી વિશ્વશાંતિ અને કલ્યાણ માટે લોકોમાં જાગૃતિ લાવવા માટે યોજાઇ રહેલ આ પદયાત્રામાં લોકો ઉત્સાવહપૂર્વક સ્વયંભુ જોડાઇ રહ્યા છે. આ પદયાત્રામાં દેશ વિદેશના પદયાત્રિઓ જોડાઇ રહ્યા છે એમ તેમણે ઉમેર્યુ હતું.

પદયાત્રાનું આયોજન ફ્રેન્ડબઝ ઓફ ઓલ અમદાવાદ અને નૂતન ભારતી સંસ્થા મડાણા-ગઢ તા.પાલનપુરના માધ્યમથી કરવામાં આવ્યું છે. આ પ્રસંગે ભાજપા પ્રદેશ મહામંત્રી કે.સી.પટેલ, અગ્રણી દુષ્યંતભાઇ પંડયા, વેર હાઉસીંગ કોર્પોરેશનના ચેરમેન મગન માળી, અગ્રણીઓ સર્વ અમૃતભાઇ દવે, ભારતસિંહ ભટેસરીયા, નૂતન ભારતી સંસ્થા મડાણા-ગઢના સંચાલક કનુભાઇ વોરા, લોકનિકેતન વિનયમંદિર સંસ્થા ઢુવા, તા.ડીસાના ટ્રસ્ટી શંકરભાઇ, ડીસા અને પાલનપુર પ્રાન્ત અધિકારીઓ તથા વિશાળ સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા.

આ સમાચાર ને શેર કરવા અહી ક્લિક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code