પાલનપુર: શ્રેષ્ઠ શાળા એવોર્ડ વિજેતા મોટાસડા હાઈસ્કૂલને સન્માનિત કરાઈ
પાલનપુર: શ્રેષ્ઠ શાળા એવોર્ડ વિજેતા મોટાસડા હાઈસ્કૂલને સન્માનિત કરાઈ

અટલ સમાચાર,પાલનપુર

પાલનપુર તાલુકાની શ્રી રાજપૂત કેળવણી સહાયક મંડળ સંચાલિત જયશ્રી દ્વારકાધીશ સરસ્વતી વિદ્યાલય,મોટાસડા વર્ષ – ૨૦૧૮-૧૯ની બનાસકાંઠા જિલ્લાની શ્રેષ્ઠ શાળા તરીકે પસંદગી પામી રાજય સરકાર તરફથી એક લાખ રૂપિયા નો પુરસ્કાર પ્રાપ્ત કર્યો હતો. કાનુભાઈ મહેતા હોલ પાલનપુર ખાતે જિલ્લામાં ખૂબ પ્રશંસનીય સેવાઓ આપી વયનિવૃત થયેલા જિલ્લા શિક્ષણાધિકારી એચ.એલ.રાવલનો ભવ્ય વિદાય કાર્યક્રમ યોજાયો હતો. તેની સાથે જિલ્લાની શ્રેષ્ઠ શાળાનો એવોર્ડ વિજેતા મોટાસડા હાઈસ્કૂલના આચાર્ય ડી.ટી.રાઠોડને ડી.ઈ.ઓ દ્વારા સન્માન પત્ર અને શાલ ઓઢાડી સન્માનિત કરવામાં આવ્યા હતા. દરેક વિભાગમાં શ્રેષ્ઠ ગુણાંકન પ્રાપ્ત કરી ગ્રામ્ય કક્ષાની આ શાળાને મળેલ એવોર્ડથી પુરા પંથકમાં ખુશીની લહેર છવાઈ છે. આ શાળાએ ધો-૧૨માં સતત છ વર્ષ ૧૦૦% પરીણામ જિલ્લામાં બીજુ સ્થાન – ધો -૧૦માં ૧૦૦% પરિણામ – કન્યાઓનુ ૧૦૦% પરિણામ અને પચાસ હજાર પુરસ્કાર – યુવા મહોત્સવ – ખેલ મહાકુંભમાં પ્રદેશ કક્ષા રાજય કક્ષાએ શ્રેષ્ઠ દેખાવ કરી દરેક વિભાગમાં શ્રેષ્ઠતા હાંસલ કરી છે. આચાર્ય ડી.ટી.રાઠોડે આ સફળતાનો યશ શાળા પરિવાર,ગ્રામજનો અને કેળવણી મંડળને આપ્યો છે.