પાલનપુરમાં બિનઅનામતવર્ગ આયોગની બેઠક યોજાઇ : યોજનાની વિસ્તૃત સમજ અપાઇ

અટલ સમાચાર,પાલનપુર પાલનપુર કલેકટર કચેરીએ બિનઅનામતવર્ગ આયોગની કામગીરી અને યોજનાઓની જાણકારી આપવા આયોગના અધ્યક્ષ હંસરાજ ગજેરાના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઇ હતી. જેમાં બનાસકાંઠા જિલ્લાના અગ્રણીઓએ આયોગ સમક્ષ પોતાના સુચનો રજુ કર્યા હતાં. બેઠકમાં બિનઅનામતવર્ગના લોકો માટે યોજનાની વિસ્તૃત સમજ અપાઇ હતી. જેમાં હંસરાજ ગજેરાએ જણાવ્યું હતુ,કે સમાજમાંથી વિસંગતતા દૂર કરવા આયોગની રચના કરવામાં આવી છે. સામાજિક
 
પાલનપુરમાં બિનઅનામતવર્ગ આયોગની બેઠક યોજાઇ : યોજનાની વિસ્તૃત સમજ અપાઇ

અટલ સમાચાર,પાલનપુર

પાલનપુર કલેકટર કચેરીએ બિનઅનામતવર્ગ આયોગની કામગીરી અને યોજનાઓની જાણકારી આપવા આયોગના અધ્યક્ષ હંસરાજ ગજેરાના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઇ હતી. જેમાં બનાસકાંઠા જિલ્લાના અગ્રણીઓએ આયોગ સમક્ષ પોતાના સુચનો રજુ કર્યા હતાં.

બેઠકમાં બિનઅનામતવર્ગના લોકો માટે યોજનાની વિસ્તૃત સમજ અપાઇ હતી. જેમાં હંસરાજ ગજેરાએ જણાવ્યું હતુ,કે સમાજમાંથી વિસંગતતા દૂર કરવા આયોગની રચના કરવામાં આવી છે.

સામાજિક સમરસતા જાળવવા રાજય સરકાર પ્રયત્નશીલ છે ત્યારે અનામત સિવાયની તમામ જ્ઞાતિના ઉત્કર્ષ માટે આયોગ કામ કરે છે. તેમણે જણાવ્યું કે બિન અનામત વર્ગના વિધાર્થીઓ ધોરણ-10 અને ધોરણ-12પાસ કરે તે સમયે શાળા છોડ્યાના પ્રમાણપત્ર સાથે જ બિનઅનામત વર્ગનું પ્રમાણપત્ર મળી જાય તેવું આયોજન કરવા આયોગ દ્વારા ભલામણ કરવામાં આવી છે.

આ પ્રસંગે ઉપાધ્યક્ષ રશ્મિભાઇ પંડ્યાએ જણાવ્યું કે સમાજના દરેક વર્ગના વિકાસ માટે રાજય સરકાર સક્રિય રીતે કામ કરે છે. તેમણે કહ્યું કે બિનઅનામતવર્ગના લોકોએ આ અંગેનું પ્રમાણપત્ર મેળવી લેવું જરૂરી છે. જયારે બિનઅનામત વર્ગની યોજનાઓ અંગેના સુચનો મોકલવા પણ લોકોને જણાવ્યું હતું.

આયોગના સભ્ય સચિવ ર્ડા.દિનેશ કાપડીયાએ જણાવ્યું હતુ કે, શૈક્ષણિક અભ્યાસ યોજના અંતર્ગત લોન સહાય, વિેદેશ અભ્યાસ લોન, ભોજન બિલ સહાય, ટયુશન સહાય, ગુજકેટ, નીટ પરીક્ષા માટે કોચીંગ સહાય, સ્વરોજગારલક્ષી યોજનાઓ, તબીબ, સ્નાતક, વકીલ, ટેકનીકલ સ્નાતક માટે બેંક ધિરાણ દરમ્યાન વ્યાજ સહાય વગેરે લાભો આપવામાં આવે છે.