પાલનપુરઃ ઉમિયા વિદ્યાવિહાર સંકુલમાં બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો

અટલ સમાચાર, પાલનપુર અત્યારે સમગ્ર દેશ અને દુનિયા કોરોના વૈશ્વિક મહામારી સામે જંગ લડી રહ્યું છે ત્યારે કોરોનાગ્રસ્ત અને અન્ય બિમારી ધરાવતા દર્દીઓને મુશ્કેલીના સમયમાં વિનામૂલ્યે રક્ત મળી રહે તે માટે પાલનપુર ખાતે ગણેશપુરા વિસ્તારમાં આવેલ ઉમિયા વિદ્યાવિહાર સંકુલમાં નહેરુ યુવા કેન્દ્ર, ગલબાભાઈ નાનજીભાઈ ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત મેડીકલ કોલેજ, પાલનપુર અને ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી
 
પાલનપુરઃ ઉમિયા વિદ્યાવિહાર સંકુલમાં બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો

અટલ સમાચાર, પાલનપુર

અત્યારે સમગ્ર દેશ અને દુનિયા કોરોના વૈશ્વિક મહામારી સામે જંગ લડી રહ્યું છે ત્યારે કોરોનાગ્રસ્ત અને અન્ય બિમારી ધરાવતા દર્દીઓને મુશ્કેલીના સમયમાં વિનામૂલ્યે રક્ત મળી રહે તે માટે પાલનપુર ખાતે ગણેશપુરા વિસ્તારમાં આવેલ ઉમિયા વિદ્યાવિહાર સંકુલમાં નહેરુ યુવા કેન્દ્ર, ગલબાભાઈ નાનજીભાઈ ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત મેડીકલ કોલેજ, પાલનપુર અને ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી બનાસકાંઠાના સંયુક્ત ઉપક્રમે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

નહેરૂ યુવા કેન્દ્ર, પાલનપુરના યુવાનો અને બીજા સેવાભાવી યુવાનોએ ઉપસ્થિતિ રહી રક્તદાન કર્યુ હતું. આજે જે બલ્ડ એકત્રિત કરવામાં આવ્યું છે તે બ્લડ કોરોના, થેલેસેમિયા, એચ.આઇ.વી. જેવી ગંભીર બિમારીથી પીડાતા દર્દીઓની સારવાર માટે નિઃશુલ્ક આપવામાં આવશે. ગરીબ અને જરૂરીયાતમંદ દર્દીઓને સારવાર માટે સરળતાથી બ્લડ મળી રહે તે માટે આ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. તેમ ઉમિયા વિદ્યાવિહાર સંસ્થાના પ્રમુખ ગિરીશભાઇ જગાણીએ જણાવ્યું હતું.

બ્લડ ડોનેશન કેમ્પમાં જિલ્લાના યુવા અગ્રણી હિતેશભાઇ ચૌધરી, ઇન્ડીયન રેડ ક્રોસ સોસાયટીના વાશુભાઈ મોદી, અગ્રણીઓ સર્વ લક્ષ્મણભાઈ ચૌધરી અને મુન્નાભાઈ મોદી સહિતના સામાજિક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.