આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

અટલ સમાચાર,પાલનપુર

થરાદ-વડોદરા બસ પાલનપુર હાઇવે નજીકથી પસાર થઇ રહી હતી તે દરમ્યાન બસના ડ્રાઇવર નીચે નમી કંઇક લેવા જતા આ અકસ્માત થયો હોવાનું જાણવા મળી રહયુ છે.

વિગત અનુસાર થરાદ થી વડોદરા જતી GJ 18 Z 4439 નંબરની બસ પાલનપુર પિકઅપ સ્ટેન્ડ પાસે પહોંચી હતી ત્યારે બસના ડ્રાઇવર કંઇક લેવા માટે નીચે નમતા આ સમગ્ર અકસ્માત સર્જાયો હોવાનું મુસાફરો જણાવી રહયા છે. જોકે સમગ્ર અકસ્માતમાં ર મુસાફરો ઇજાગ્રસ્ત થયા હતા તેથી તેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. બસમાં આશરે 25થી 30 મુસાફરો સવાર હતા. અકસ્માતના પગલે વડોદરા, અમદાવાદ જતા મુસાફરો અટવાયા હોવાનું સુત્રો જણાવી રહ્યા છે.

આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code