આ સમાચાર ને શેર કરવા અહી ક્લિક કરો.

અટલ સમાચાર,પાલનપુર

૭૦ મા પ્રજાસત્તાક પર્વની પાલનપુર ખાતે થઇ રહેલ ઉજવણી અંતર્ગત યોજાયેલ યુવા સંમેલનમાં મુખ્યમંત્રીએ જણાવ્યું કે, વિશ્વની સૌથી મોટી લોકશાહી ધરાવતા દેશ ભારતનું સૌથી મોટું લેખિત બંધારણ ૧૯૫૦ માં ૨૬ મી જાન્યુઆરીના રોજ અમલમાં આવ્યું હતું. અને આ બંધારણના આધારે ભારતના નાગરિકોને વાણી, વેપાર અને અભિવ્યક્તિની સ્વતંત્રતા મળી છે. પ્રજાને અધિકાર મળ્યો છે કે પ્રજા પોતાની ઇચ્છીત સરકારની રચના કરી શકશે.
મુખ્યમંત્રીએ કહ્યું કે, સમાજમાં જાતિ, ધર્મ-પંથના ભેદભાવ વગર એક બની, નેક બની, સૌનો સાથ.. સૌનો વિકાસનો મંત્ર લઇને આગળ વધીશુ તો જ રાજય અને દેશ આગળ વધી શકશે. તેમણે અટલજીની કવિતાના પઠન દ્વારા યુવાનોને પ્રખર રાષ્ટ્રળવાદ અપનાવી દેશની પ્રગતિમાં સહભાગી બનવા જણાવ્યું હતું.
આ સાથે તેમણે જણાવ્યું હતુ કે, બનાસકાંઠા જિલ્લાએ ડેરી ક્ષેત્રે અદભૂત વિકાસ સાધી શ્વેતક્રાંતિનું નેતૃત્વ લીધું છે. ફૂલો અને અત્તરોની નામના ધરાવતો બનાસકાંઠા જિલ્લો ગુજરાતનો શ્રેષ્ઠત જિલ્લો બની રહે તેવી શુભકામનાઓ પણ પ્રજાસત્તાક પર્વે પાઠવી હતી.

આ યુવા સંમેલનમાં મુખ્યમંત્રીના હસ્તે એપ્રેન્ટિસના નિમણૂંક પત્રોનું વિતરણ કરવામાં આવ્યું હતું. વિધાર્થીઓને ડ્રાઇવીંગ લાયસન્સ- હેલ્મેટનું વિતરણ કર્યુ હતુ અને જિલ્લાના વિશેષ સિધ્ધિ મેળવેલા યુવાનોનું મુખ્યમંત્રીશ્રીએ આ તકે સન્માન કર્યુ હતુ.

આ રેલીનાં પ્રસ્થાન સમયે કેન્દ્રીય ખાણ અને ખનીજ રાજય મંત્રીહરીભાઇ ચૌધરી, પાણી પુરવઠા રાજયમંત્રી પરબતભાઇ પટેલ, ધારાસભ્યો શશીકાંતભાઇ પંડ્યા અને કીર્તિસિંહ વાઘેલા, બનાસ ડેરીના ચેરમેન શંકરભાઇ ચૌધરી, યુવા ભાજપાના પ્રમુખ ઋત્વીજ પટેલ, નગરપાલિકાના પ્રમુખ અશોકભાઇ ઠાકોર, પૂર્વ મંત્રી કેશાજી ચૌહાણ, અગ્રણીઓ હિતેષભાઇ ચૌધરી, હરેશભાઇ ચૌધરી, મૃતભાઇ દવે, ભારતસિંહ ભટેસરીયા, જિલ્લાના પ્રભારી સચિવ અરૂણકુમાર સોલંકી, જિલ્લા કલેકટર સંદીપ સાગલે, જિલ્લા વિકાસ અધિકારી બી. એ. શાહ, પોલીસ અધિક્ષકપ્રદીપ સેજુલ સહિત અધિકારીઓ, પદાધિકારીઓ તથા મોટી સંખ્યામાં નાગરિકો પણ જોડાયા હતાં.

27 Sep 2020, 4:43 AM (GMT)

COVID-19 Global Stats

33,182,624 Total Cases
1,000,350 Death Cases
24,507,219 Recovered Cases

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code