પાલનપુરઃ જાહેર માર્ગ ઉપર પોલીસ જવાનોના દિલધડક સ્ટંટથી નાગરિકો રોમાંચીત
અટલ સમાચાર, પાલનપુર બનાસકાંઠાના પાલનપુરમાં રાજ્યકક્ષાના પ્રજાસત્તાક પર્વની ઉજવણી પૂર્વે વહિવટીતંત્ર છેલ્લા કેટલાક દિવસોથી તડામાર પૂર્વ તૈયારીઓમાં લાગેલુ છે. જેમાં પોલીસ વિભાગના જાંબાજ કર્મચારીઓ દ્વારા જબરજસ્ત કરતબોનું રિહર્સલ કરવામાં આવ્યું હતું. મોટર સાઈકલ ઉપર પુરુષ અને મહિલા કર્મચારીઓની ટીમના કરતબોથી સ્થળ ઉપર દર્શકોની ભીડ ઉમટી પડી હતી. એક-એક મોટરસાઈકલ ઉપર પાંચ અને પાંચથી પણ વધુ
Jan 24, 2019, 18:03 IST

અટલ સમાચાર, પાલનપુર
બનાસકાંઠાના પાલનપુરમાં રાજ્યકક્ષાના પ્રજાસત્તાક પર્વની ઉજવણી પૂર્વે વહિવટીતંત્ર છેલ્લા કેટલાક દિવસોથી તડામાર પૂર્વ તૈયારીઓમાં લાગેલુ છે. જેમાં પોલીસ વિભાગના જાંબાજ કર્મચારીઓ દ્વારા જબરજસ્ત કરતબોનું રિહર્સલ કરવામાં આવ્યું હતું.
મોટર સાઈકલ ઉપર પુરુષ અને મહિલા કર્મચારીઓની ટીમના કરતબોથી સ્થળ ઉપર દર્શકોની ભીડ ઉમટી પડી હતી. એક-એક મોટરસાઈકલ ઉપર પાંચ અને પાંચથી પણ વધુ પોલીસ જવાનો જાણે વિમાન લઈ ઉડતા હોય તેવો નજારો જોઈ નાગરિકો આશ્ચર્ય પામી ગયા હતા.
પોલીસ જવાનોના જાહેર માર્ગ ઉપર દિલધડક કરતબોથી ઘડીભર રોમાંચનું વાતાવરણ બની ગયું હતું. સૂત્રોએ જણાવ્યું હતું કે, રાજ્યકક્ષાના પ્રજાસત્તાક પર્વમાં બનાસકાંઠા સાથે અન્ય જિલ્લાઓના પોલીસ જવાનોએ પાલનપુરમાં ધામા નાખી તડામાર પૂર્વ તૈયારીમાં લાગ્યા છે.