પાલનપુરમાં કલેકટરના હસ્તે વિધાર્થીઓને ડ્રાઇવીંગ લાયસન્સ એનાયત કરાયા

અટલ સમાચાર,પાલનપુર પાલનપુર કલેકટર કચેરી ખાતે કલેકટર સંદીપ સાગલેના હસ્તે ૧૨૦ વિધાર્થીઓને ડ્રાઇવીંગ લાયસન્સ એનાયત કરવામાં આવ્યાં હતાં. સદ્દભાવના ગ્રુપ પાલનપુર દ્વારા યોજાયેલ આ કાર્યક્રમમાં કલેકટરએ જણાવ્યું કે ટુ વ્હીલરના લાયસન્સ મેળવાનાર વિધાર્થીઓ ટ્રાફિકના નિયમોનું પાલન કરી લોકોને પ્રેરણા મળે તેવી રીતે ડ્રાઇવીંગ કરશે તેવી મને આશા છે. તેમણે કહ્યું કે શાળા-કોલેજના વિધાર્થીઓને લાયસન્સ મેળવવા
 
પાલનપુરમાં કલેકટરના હસ્તે વિધાર્થીઓને ડ્રાઇવીંગ લાયસન્સ એનાયત કરાયા

અટલ સમાચાર,પાલનપુર

પાલનપુર કલેકટર કચેરી ખાતે કલેકટર સંદીપ સાગલેના હસ્તે ૧૨૦ વિધાર્થીઓને ડ્રાઇવીંગ લાયસન્સ એનાયત કરવામાં આવ્યાં હતાં. સદ્દભાવના ગ્રુપ પાલનપુર દ્વારા યોજાયેલ આ કાર્યક્રમમાં કલેકટરએ જણાવ્યું કે ટુ વ્હીલરના લાયસન્સ મેળવાનાર વિધાર્થીઓ ટ્રાફિકના નિયમોનું પાલન કરી લોકોને પ્રેરણા મળે તેવી રીતે ડ્રાઇવીંગ કરશે તેવી મને આશા છે. તેમણે કહ્યું કે શાળા-કોલેજના વિધાર્થીઓને લાયસન્સ મેળવવા સમયનો વ્યય ન કરવો પડે તે માટે સદ્દભાવના ગ્રુપ પાલનપુર અને આર.ટી.આો. કચેરી દ્વારા અવાર-નવાર કેમ્પો યોજીને ડ્રાઇવીંગ લાયસન્સ આપવાની કામગીરી કરવામાં આવે છે તે અભિનંદનને પાત્ર છે.
સદ્દભાવના ગ્રુપના ચેરમેન હરેશભાઇ ચૌધરીએ જણાવ્યું કે ટ્રાફિકના નિયમોનું પાલન થાય તે માટે અત્યાર સુધીમાં શાળા-કોલેજમાં અભ્યાસ કરતાં ૧૧ હજાર વિધાર્થીઓને આર.ટી.ઓ. કચેરી પાલનપુર દ્વારા ડ્રાઇવીંગ લાયસન્સ આપવામાં આવ્યા છે. તેમણે કહ્યું કે ડ્રાઇવીંગ લાયસન્સ માટે પરીક્ષા આપનારા ૧૦૬ જેટલાં વિધાર્થીઓને ડ્રાઇવીંગ લાયસન્સ આપી દેવામાં આવ્યા છે આટલી ઝડપી પ્રક્રિયાથી વિધાર્થીઓના સમયની પણ બચત થઇ છે.
આ પ્રસંગે અગ્રણી સાગરભાઇ જાની, આર. ટી. ઓ. ઇન્સપેક્ટર ડી. એસ. પટેલ સહિત અધિકારીઓ અને વિધાર્થીઓ સારી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.