પાલનપુરઃ કલેક્ટર ઓફિસના ચિરાગ ગેલાએ કોરોના પોઝીટીવ બાળકને બ્લડ આપ્‍યું

અટલ સમાચાર, પાલનપુર દેશ અને દુનિયામાં અત્યારે કોરોના વાયરસનો કહેર ચાલી રહ્યો છે. સંકટના આ સમયમાં સરકારના વિરાટ પ્રયાસોની સાથે ઘણા માણસો પણ દેવદૂત બનીને લોકોની મદદ માટે દોડી આવતા હોય છે. આ જ તો આપણી ભારતીય સંસ્કૃતિ અને અમૂલ્ય વારસાની મહાનતા છે જે સમગ્ર વિશ્વ માટે પ્રેરણાદાયી છે. કોરોના સંકટના આ સમયે લોકોને મદદ
 
પાલનપુરઃ કલેક્ટર ઓફિસના ચિરાગ ગેલાએ કોરોના પોઝીટીવ બાળકને બ્લડ આપ્‍યું

અટલ સમાચાર, પાલનપુર

દેશ અને દુનિયામાં અત્યારે કોરોના વાયરસનો કહેર ચાલી રહ્યો છે. સંકટના આ સમયમાં સરકારના વિરાટ પ્રયાસોની સાથે ઘણા માણસો પણ દેવદૂત બનીને લોકોની મદદ માટે દોડી આવતા હોય છે. આ જ તો આપણી ભારતીય સંસ્કૃતિ અને અમૂલ્ય વારસાની મહાનતા છે જે સમગ્ર વિશ્વ માટે પ્રેરણાદાયી છે. કોરોના સંકટના આ સમયે લોકોને મદદ કરવાના સંખ્યાબંધ ઉદાહરણો મિડીયામાં પણ જોવા મળે છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

પાલનપુરના એક સેવાભાવી કર્મયોગીની ભાવના વિશે. તેમનું નામ છે ચિરાગભાઇ ગેલા. તેઓ પાલનપુર કલેકટરની ઓફિસમાં નિવાસી અધિક કલેક્ટર એલ.બી.બાંભણીયાના પી.એ. તરીકે ફરજ બજાવે છે. ડીસાના રહેવાસી નિલેશભાઇ બારોટના નવ માસના કુમળા બાળક ગુંજનને કોરોના પોઝીટીવ પેશન્ટ તરીકે પાલનપુર ખાતે બનાસ મેડીકલ કોલેજ સંચાલિત કોવિડ હોસ્પીટલમાં સારવાર માટે એડમીટ કરવામાં આવ્યો છે. આ બાળક એ પોઝીટીવ બ્લડ ગ્રુપ ધરાવે છે. તેને બ્લડની તાત્કાલીક જરૂર પડતા તપાસ શરૂ કરવામાં આવી. બિમારીના સમયમાં લોકોને ઘણીવાર બ્લડ મેળવવામાં મુશ્કેલી પણ પડતી હોય છે. એવા સમયે ચિરાગભાઇ ગેલાને વોટસઅપ દ્વારા મેસેજ

મળતાં તેમણે પાલનપુર સીવીલ હોસ્પીટલનો સંપર્ક કરી તેઓ પાલનપુર કોવિડ હોસ્પીટલ દોડી જઇ બાળકને એક બોટલ
રક્તદાન કર્યુ હતું. અત્યાર સુધી ચિરાગભાઇ ગેલાએ તેરમી વખત રક્તદાન કરી સમાજ સેવાનું ઉત્તમ ઉદાહરણ પુરૂ પાડ્યું છે. કોરોના વૈશ્વિક મહામારીના સમયે તેઓ છેલ્લા બે મહિનાથી એક પણ રજા ભોગવ્યા સિવાય અવિરત સમર્પિત ભાવથી પોતાની સેવાઓ આપે છે.

આ અંગે પ્રતિભાવ આપતાં ચિરાગભાઇ ગેલાએ કહ્યું કે, સમાજે આપણને ઘણું બધું આપ્‍યું છે. બદલામાં આપણે પણ સમાજને કંઇક આપીને ઋણ અદા કરવું જોઇએ. તેમણે કહ્યું કે રક્તદાન કર્યા પછી મને સંતોષ છે કે આ કુમળા બાળકને થોડોક મદદરૂપ બની શક્યો છું અને હું ભગવાનને પ્રાર્થના કરૂ છું કે આ ફૂલ જેવું બાળક જલ્દીથી સ્વસ્થ સાજુ થઇ જાય અને તે આવતીકાલનો સ્વસ્થ નાગરિક બની લાંબુ અને સુખરૂપ જીવન પામે. તેમણે કહ્યું કે કોઇને મદદ કરવાનો સંતોષ જીવનભર યાદ રહેતો હોય છે.