આ સમાચાર ને શેર કરવા અહી ક્લિક કરો.

અટલ સમાચાર, મહેસાણા

પાલનપુર પાલિકાના માર્ગો વાહનચાલકો અને રાહદારીઓ માટે જોખમી હોવાના સવાલો ઉભા થયા છે. સોમવારે સવારે શહેરના માર્ગ પર અચાનક સોલારનો થાંભલો ધરાશાઈ થતા એક્ટીવા ચાલક યુવતિ ઈજાગ્રસ્ત થઈ હતી. અચાનક થાંભલો ધરાશાઈ થતા યુવતિ માંડમાંડ બચી હોવાનું સામે આવ્યું છે. જોકે ઈજા પહોંચી હોવાથી તાત્કાલિક અસરથી સારવાર અર્થે દોડવું પડ્યું છે. સત્તાધીશોની બેદરકારીથી માર્ગ પર જોખમ ઉભું થયું હોવા સામે ગંભીર અકસ્માતનો ખતરો તોળાયો છે.

બનાસકાંઠા જિલ્લાના પાલનપુર શહેરમાં લાગેલા સોલારના વીજ થાંભલા ગમે ત્યારે ધ્વસ્ત થવાની સંભાવના બની છે. આથી માર્ગ પર ચાલતા વાહનો અને રાહદારીઓને અકસ્માત થવાની નોબત સ્પષ્ટ બની છે. સોમવારે સવારે કોઈ કામ અર્થે એક્ટીવા પર જતી જીગી પ્રજાપતિને માર્ગ પર અચાનક સોલારનો થાંભલો ટકરાયો હતો. સોલાર થાંભલો નીચેના ભાગેથી કટાઈ ગયો હોઈ ધરાશાઈ થતા અકસ્માત થયો છે. યુવતિ ઈજાગ્રસ્ત થતા રસ્તા પર દોડધામ મચી ગઈ હતી.

swaminarayan

સૂત્રોએ જણાવ્યું હતું કે, પાલિકા અને આર એન્ડ બી (ઈલેક્ટ્રીક) એકમની બેદરકારીને પગલે ધ્વસ્ત થયેલ સિવાયના સોલાર થાંભલા સામે આશંકા બની છે. આથી પાલનપુર શહેરમાં બીજા થાંભલા પણ જોખમરુપ હોવાની સંભાવનાને પગલે તાત્કાલિક અસરથી મરામતની જરૂર હોવાનું શહેરીજનોમાં ચર્ચાઈ રહ્યું છે. ઉલ્લેખનીય છે કે, સોલાર પેનલ સહિતનો થાંભલો રાહદારી કે વાહનચાલક ઉપર પડવાની સંભાવના જોતા ગંભીર અકસ્માત થવાની બીકે ગભરાહટનો માહોલ બન્યો છે.

01 Oct 2020, 12:31 PM (GMT)

COVID-19 Global Stats

34,208,056 Total Cases
1,019,632 Death Cases
25,460,611 Recovered Cases

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code