આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

અટલ સમાચાર,પાલનપુર

બનાસકાંઠા જિલ્લા પોલીસ અધિક્ષકની સૂચના અને ના.પો.અધિ.પાલનપુરના માર્ગદર્શનથી લોકસભા ચૂંટણી અનુસંધાને ગેરકાયદેસર હેરાફેરી અટકાવવા શરૂ કરેલ ચેકપોસ્ટ પર કડક ચેકિંગ કરવા સૂચના કરતા પાલનપુર તાલુકા પો.સ્ટે.ના ખેમાણા ટોલ પ્લાઝા પરની ચેકપોસ્ટ પર પોલીસ અને જી.આર.ડી.ના માણસોથી વાહન ચેકિંગ ચાલુ હતું.

આ દરમિયાન RJ.19.GB.1117 નંબરનું પીકઅપ ડાલુ ચેકપોસ્ટ પર ઉભુ રખાવતા તેને ઉભુ ના રાખતા તેની ફિલ્મી ઢબે પીછો કરી ચેકપોસ્ટના માણસોએ તેને રોકયો હતો. પોલીસ ઘ્વારા તેમાં તપાસ કરતા ગાજરના કટ્ટા ભરેલ હતા. જે ગાજરના કટ્ટા ઉથલાવી જોતા નીચેથી ભારતીય બનાવટનો વિદેશી દારૂ કુલ બોટલ 469 કિંમત રૂપિયા 3,75,200નો મળી આવ્યો હતો. જેથી પોલીસે દારૂ અને વાહન કિંમત રૂપિયા 2,50,000કબજે કરી પ્રોહિબિશન એક્ટ હેઠળ પાલનપુર તાલુકા પોલીસ સ્ટેશન ફરિયાદ નોંધી કાયદેસર કાર્યવાહી કરી છે.

આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code