પાલનપુર: એસીબી કેસમાં આરોપી સીપુ યોજનાના કર્મચારીના જામીન નામંજૂર

અટલ સમાચાર, પાલનપુર પાલનપુરમાં ગત દિવસોએ સિપુ ડેમના ઇજનેર સરકારી કામનો ઠેકો મેળવનાર પાસેથી 2 ટકા લેખે લાંચ લેતા રંગેહાથ ઝડપાઈ ગયા હતા. જોકે આજે એ.સી.બી. પો.સ્ટે.ગુ.ર.નં.૦૪/૨૦૨૦ મુજબના ગુનાના કામના આરોપી વસંતભાઈ તળશીભાઈ ચૌહાણ, ડેપ્યુટી એન્જિનિયર વર્ગ ૨, સીપુ યોજના, વિભાગ પાલનપુરના સ્પે. સેસન્સ જજ પાલનપુર કોર્ટે જામીન અરજી નામંજૂર કરવામાં આવી છે. બનાસકાંઠા જિલ્લાના
 
પાલનપુર: એસીબી કેસમાં આરોપી સીપુ યોજનાના કર્મચારીના જામીન નામંજૂર

અટલ સમાચાર, પાલનપુર

પાલનપુરમાં ગત દિવસોએ સિપુ ડેમના ઇજનેર સરકારી કામનો ઠેકો મેળવનાર પાસેથી 2 ટકા લેખે લાંચ લેતા રંગેહાથ ઝડપાઈ ગયા હતા. જોકે આજે એ.સી.બી. પો.સ્ટે.ગુ.ર.નં.૦૪/૨૦૨૦ મુજબના ગુનાના કામના આરોપી વસંતભાઈ તળશીભાઈ ચૌહાણ, ડેપ્યુટી એન્જિનિયર વર્ગ ૨, સીપુ યોજના, વિભાગ પાલનપુરના  સ્પે. સેસન્સ જજ પાલનપુર કોર્ટે જામીન અરજી નામંજૂર  કરવામાં આવી છે.

પાલનપુર: એસીબી કેસમાં આરોપી સીપુ યોજનાના કર્મચારીના જામીન નામંજૂર

બનાસકાંઠા જિલ્લાના મુખ્ય મથક પાલનપુર ખાતે ગત દિવસો એ સિંચાઇ ભવનમાં એસીબીની સફળ ટ્રેપને પગલે હડકંપ મચી ગયો હતો.. સિપુ ડેમના કાર્યપાલક ઇજનેર વી.ટી.ચૌહાણે સિંચાઇ વિભાગનું કોન્ટ્રાક્ટરને 12 લાખનું કામ આપ્યુ હતુ. જેમાં ઇજનેર ચૌહાણે બે ટકા લેખે લાંચની માંગ કરી હતી. જોકે ભારે ખેંચતાણને અંતે ઉચ્ચક 15,000 લાંચ તરીકે લેવાનું સ્વિકાર્યુ હતુ.

સુત્રોએ જણાવ્યુ હતુ કે, કોન્ટ્રાક્ટર લાંચની રકમ આપવા ઇચ્છુક ન હોઇ પાલનપુર એસીબીનો સંપર્ક કર્યો હતો. આથી લાંચ રૂશ્વત વિરોધી ખાતાના પી.આઇ. કે.જે.પટેલે ટ્રેપ ગોઠવી સિંચાઇ ભવનમાં જ ઇજનેરને ઝડપી પાડ્યા હતા. કાર્યપાલક ઇજનેર ચૌહાણ પોતાની કચેરીમાં જ 15 હજારની લાંચ લેતા રંગેહાથે ઝડપાઇ જતાં સિંચાઇ આલમમાં ખળભળાટ મચી ગયો હતો. જોકે આજે આજે એ.સી.બી. પો.સ્ટે.ગુ.ર.નં.૦૪/૨૦૨૦ મુજબના ગુનાના કામના આરોપી વસંતભાઈ તળશીભાઈ ચૌહાણ, ડેપ્યુટી એન્જિનિયર વર્ગ ૨, સીપુ યોજના, વિભાગ પાલનપુરના  સ્પે. સેસન્સ જજ પાલનપુર કોર્ટે જામીન અરજી નામંજૂર  કરવામાં આવી છે.