પાલનપુરઃ 3.69 કરોડના ખર્ચે લડબી નદીને જીવંત બનાવવા જિલ્લા વહિવટીતંત્ર કામે લાગ્યું

અટલ સમાચાર, મહેસાણા, પાલનપુર સિંચાઇ વિભાગ દ્વારા કરવામાં આવનાર પાલનપુરની લડબી નદીનું ડીસીલ્ટીંગ અને સાફ-સફાઇ કામનું કલેકટર સંદીપ સાગલેના હસ્તે ખાતમૂર્હત કરવામાં આવ્યું હતું. આકેસણથી તાલેપુરા ખારી નદી ૩૦ કિ. મી. સુધી આ કામગીરી કરવામાં આવશે. આ પ્રસંગે કલેકટરે જણાવ્યું કે નદી ડીસીલ્ટીંગ અને સાફ-સફાઇની કામગીરીથી પાણીનો અવરોધ અટકશે અને નદી પુનઃ જીવીત થશે. છેલ્લા
 
પાલનપુરઃ 3.69 કરોડના ખર્ચે લડબી નદીને જીવંત બનાવવા જિલ્લા વહિવટીતંત્ર કામે લાગ્યું

અટલ સમાચાર, મહેસાણા, પાલનપુર

સિંચાઇ વિભાગ દ્વારા કરવામાં આવનાર પાલનપુરની લડબી નદીનું ડીસીલ્ટીંગ અને સાફ-સફાઇ કામનું કલેકટર સંદીપ સાગલેના હસ્તે ખાતમૂર્હત કરવામાં આવ્યું હતું. આકેસણથી તાલેપુરા ખારી નદી ૩૦ કિ. મી. સુધી આ કામગીરી કરવામાં આવશે. આ પ્રસંગે કલેકટરે જણાવ્યું કે નદી ડીસીલ્ટીંગ અને સાફ-સફાઇની કામગીરીથી પાણીનો અવરોધ અટકશે અને નદી પુનઃ જીવીત થશે. છેલ્લા કેટલાક સમયથી પાલનપુરની પ્રજા લડબી નદીની જાળવણી બાબતે ચર્ચાઓએ જોર પકડ્યું હતું. જેનું આજે કલેક્ટરના હસ્તે ખાતમૂર્હત થવાથી ખુશી વ્યાપી જવા પામી છે.

પાલનપુરઃ 3.69 કરોડના ખર્ચે લડબી નદીને જીવંત બનાવવા જિલ્લા વહિવટીતંત્ર કામે લાગ્યું

લડબી નદી પાલનપુર તાલુકાના ઉત્તર-પૂર્વ ભાગના કરજોડા, સદરપુર વગેરે ગામોના કોતરો તથા ચોમાસા દરમ્યાન ખેતરોમાં ભરાતું પાણી સદરપુર ગામથી કાંસ દ્વારા માનસરોવર તળાવમાં ભરાય છે. તેમાંથી ઓવરફ્લો થઇને પાલનપુરના નગરપાલિકા વિસ્તારમાં નીચાણવાળા વિસ્તારમાં થઇને પાણીનું નાનું વહેણ બની પસાર થાય છે. જેને લડબી નદી તરીકે ઓળખવામાં આવે છે. જે આગળ જતાં આકેસણ, વેડંચા, ગઢ વગેરે ગામોમાથી પસાર થઇ તાલેપુરા પાસે ખારી નદીમાં ભળી જાય છે. નદી હાલ લુપ્‍ત અવસ્થામાં છે.

પાલનપુર શહેરના હાઇવે વિસ્તારની ભૌગોલિક પરિસ્થિતિ નીચાણવાળી હોવાથી વરસાદનું પાણી આ વિસ્તારમાં એકઠું થઇ નીચાણવાળા વિસ્તાર દ્વારા પાલનપુર-ડીસા હાઇવે ક્રોસ કરીને આગળ વહેણના સ્વરૂપમાં પસાર થાય છે. જે આગળ જતા આકેસણ ગામે મળે છે. આ નદી મહદઅંશે શીલ્ટઅપ થઇ ગયેલ છે. તેમજ ઝાડી-ઝાંખરા વધુ પ્રમાણમાં ઉગી ગયેલ છે. જેના લીધે વરસાદી પાણી સરળતાથી વહી શકતું નથી અને અવરોધ ઉભો થાય છે. આથી પાલનપુર શહેર વિસ્તાર તેમજ આજુબાજુના ગ્રામ્ય વિસ્તારમાં નદીની આસપાસના વિસ્તારમાં પાણી ભરાઇ જાય છે. આ બાબતે બનાસકાંઠા કલેકટરની સુચના મુજબ નદી સાફ-સફાઇ તેમજ ઉંડી કરવાના કામ માટે રૂ. ૩.૬૯ કરોડના નકશા અંદાજો બનાવવામાં આવ્યા હતાં. જે અન્વયે આ કામગીરી શરૂ કરવામાં આવી છે. આ પ્રસંગે પ્રાંત અધિકારી એ. ડી. જોષી, સિંચાઇના કાર્યપાલક ઇજનેર આર. એન. નિનામા, સરપંચ અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતાં.