આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

અટલ સમાચાર,પાલનપુર

આગામી તા. ૨૬ જાન્યુતઆરી-૨૦૧૯, રાજયકક્ષાના પ્રજાસત્તાક પર્વની બનાસકાંઠા જિલ્લા ના પાલનપુર ખાતે શાનદાર ઉજવણી થવાની છે. રાજય કક્ષાના પ્રજાસત્તાક પર્વની ઉજવણી અંતર્ગત જિલ્લાત વહીવટીતંત્ર દ્વારા વિવિધ દિવસોની ઉજવણી કરવામાં આવી રહી છે. જે અંતર્ગત તા. ૧૧ જાન્યુનઆરીના રોજ પોલીસ વિભાગ દ્વારા પાલનપુર પોલીસ હેડકવાર્ટર ખાતે કલેકટરશ્રી સંદીપ સાગલેના અધ્યક્ષસ્થાને સુરક્ષા સેતુ દિવસની ઉજવણી કરવામાં આવી હતી.
આ પ્રસંગે કલેકટર સંદીપ સાગલએ જણાવ્યું કે આપણા બનાસકાંઠા જિલ્લામાં ૨૬ મી જાન્યુઆરીની રાજકક્ષાની ઉજવણી થઇ રહી છે તેમાં ઉત્સાહભેર જોડાઇ આ રાષ્ટ્રીય મહાપર્વની શાનદાર ઉજવણી કરીએ. તેમણે કહ્યું કે બાળકોને સુરક્ષા અને ટ્રાફિક નિયમોની જાણકારી આપી તેમને સલામતીથી માહિતગાર કરીએ.


આ પ્રસંગે પાલનપુર નગરપાલિકાના પ્રમુખ અશોકભાઇ ઠાકોર, નાયબ વન સંરક્ષક ર્ડા. જી. એસ. સિંઘ, સદ્દભાવના ગ્રુપના ચેરમેન હરેશભાઇ ચૌધરી, નાયબ પોલીસ અધિક્ષક બી.એ.ચાવડા સહિત પોલીસ વિભાગના અધિકારીઓ, પોલીસ જવાનો અને સારી સંખ્યામાં વિધાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતાં.

આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code