આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

અટલ સમાચાર, પાલનપુર

હોળી- ધુળેટી આવતાની સાથે જ તન અને મન બંને રંગીન બની જાય છે. રંગ અને ખાવા-પીવા તેમજ મોજ મસ્તી વગર હોળી-ધુળેટીની કલ્પના ના કરી શકાય. આવો જ એક સુંદર કાર્યક્રમ ધુળેટીના શુભ પ્રસંગે ડોનર્સ ક્લબના મેમ્બરો માટે પાલનપુર આનંદ ધામ ખાતે કરવામાં આવ્યો હતો. જેમાં નાના ભૂલકાઓથી લઈને મોટી ઉંમરના વ્યક્તિઓ સુધી રંગોત્સવ પ્રોગ્રામની મજા માણી હતી.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

સૌ મેમ્બરોએ એકબીજાને અબીલ ગુલાલ લગાવીને તિલક કરીને હોળી-ધુળેટીની શુભકામનાઓ પાઠવી હતી. ત્યારબાદ પ્રોગ્રામ આગળ વધતાં સ્વિમિંગ પુલમાં નાહવા સાથે ડીજેના તાલે સૌ મેમ્બરો ઝુમી ઉઠયા હતા. ક્લબની મહિલાઓ સંગીતના તાલે ડાન્સ – ગરબા કરીને આનંદ ઉઠાવ્યો હતો.

કાર્યક્રમના આખરી તબક્કામાં સુંદર ભોજન લેવામાં આવ્યુ હતું. કાર્યક્રમને વિશેષ બનાવવા માટે હાજર મેમ્બરો માટે ઇનામોની પ્રતિયોગીતા રાખવામાં આવી હતી. છેલ્લે સૌ મેમ્બરો આઈસ્ક્રીમ ખાઈને સુંદર પ્રોગ્રામનું સમાપન કરવામાં આવ્યું હતું. સંપૂર્ણ કાર્યક્રમને સફળ બનાવવા માટે પ્રમુખ મુકેશભાઈ મોદી, જીતુભાઈ મોદી, જયેશભાઈ મોદી, ભાવેશભાઈ મોદી, મુકેશભાઈ ચોક્સી, મનીષભાઈ મોઢ, નટવરલાલ મોદી, રતિલાલ મોદી, રસિકભાઈ મોદી, રાજેન્દ્રભાઇ મોઢ, અશ્વિનભાઈ મોઢ તથા નરેન્દ્રભાઈ મોદી વગેરે કારોબારી મેમ્બરો હાજર રહીને કાર્યક્રમનું સફળ સંચાલન કર્યું હતું. ઉપરાંત કાર્યક્રમ સફળ બને તે માટે સુરેશભાઈ મોદી, મનુભાઈ મોઢ તથા વાસુદેવભાઈ મોદીએ શુભેચ્છાઓ પાઠવી હતી.

આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code