આ સમાચાર ને શેર કરવા અહીં ક્લિક કરો

અટલ સમાચાર,પાલનપુર 

પાલનપુર હાઇવે પર આવેલી કેપલ હોટલની સામે એક ઇકો ગાડીમાં બે ઈસમો વરલી મટકાનો જુગાર રમતા હોવાની માહિતી આધારે પાલનપુર પશ્ચિમ પોલીસે રેડ કરતા બે ઈસમો જુગાર રમતા ઝડપાઇ ગયા હતા.

 પાલનપુર શહેર પશ્ચિમ પોલીસ મથક વિસ્તારમાં હાઇવે વિસ્તારમાં કેપલ હોટલની સામે એક ઇકો ગાડીમાં બે ઈસમો મોબાઈલ ફોનમાં વરલી મટકાનો જુગાર રમતા હોવાની માહિતી મળતા સ્પેશિયલ સ્કવોડ તેમજ પાલનપુર શહેર પશ્ચિમ પોલીસ મથકની ટીમના માણસોએ તપાસ હાથ ધરી હતી. જેમાં હોટલની સામે પડેલી ઇકો ગાડી નંબર જી.જે.૮.એજે. ૪૧૩૪ કિ.રૂ.૨.૫૦ લાખનીમા મોબાઇલ ફોનમાં વરલી મટકાનો જુગાર રમતા સુરેશભાઈ ધુળાભાઈ દેસાઇ રહે.રબારીવાસ, ઢુંઢીયાવાડી, પાલનપુર તથા આકાશભાઇ કનુભાઇ ઓડ રહે.મલાણા, તા.પાલનપુર વાળાને રોકડ રકમ રૂ.૪૮૦૦ તથા મોબાઇલ બે રૂ.૧૧ હજારના મળી કુલ રૂ.૨.૬૯ લાખના મુદ્દામાલ સાથે ઝડપી લઈ બંને સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

આ સમાચાર ને શેર કરવા અહીં ક્લિક કરો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code