આ સમાચાર ને શેર કરવા અહીં ક્લિક કરો

અટલ સમાચાર, પાલનપુર

લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૧૯ સંદર્ભે પાલનપુર મુકામે બનાસકાંઠા જીલ્‍લા ચૂંટણી અધિકારી અને કલેકટર સંદીપ સાગલેના હસ્‍તે મતદારોની જાગૃતિ માટે EVM- VVPAT મતદાર જાગૃતિ રથનું પ્રસ્‍થાન કરાવવામાં આવ્‍યું હતું. આ પ્રસંગે કલેકટરએ જણાવ્‍યું કે વીજાણુ મતદાનયંત્ર તથા વીવીપેટ દ્વારા મત કેવી રીતે આપી શકાય તેની મતદારો સુધી જાણકારી પહોંચાડવાના હેતુથી મતદાર જાગૃતિ રથનું આયોજન કરવામાં આવ્‍યું છે. આ રથ દ્વારા સમગ્ર બનાસકાંઠા જીલ્‍લામાં EVM- VVPAT નું નિદર્શન કરવામાં આવશે. આ પ્રસંગે નિવાસી અધિક કલેકટર એલ.બી. બાંભણીયા, નાયબ જીલ્‍લા ચૂંટણી અધિકારી યોગેશ ઠક્કર અને લોકો ઉપસ્‍થિત રહ્યા હતા.

આ સમાચાર ને શેર કરવા અહીં ક્લિક કરો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code