પાલનપુરના ફોરેસ્ટરે હપ્તા ઉઘરાવવાની જાણ વનવિભાગને થતા ખખડાવ્યોઃ પ્રસાદી અપાઈ

અટલ સમાચાર, મહેસાણા બનાસકાંઠા વનવિભાગની પાલનપુર રેન્જના ફોરેસ્ટરે પોતાના ક્ષેત્રાધિકાર વિસ્તારમાં અચાનક પ્રેક્ટીસ શરુ કરી દીધી હતી. જેની જાણ વનવિભાગને થઈ જતા વનઅધિકારીઓ લાલઘૂમ થઈ ગયા હતા. ફોરેસ્ટરને બરોબરનો ખખડાવી થોડી પ્રસાદી આપી હોવાનુ સામે આવ્યું છે. ફોરેસ્ટરની ઘટનાને પગલે જિલ્લા વનવિભાગમાં હાસ્ય સાથે ગભરાટનો માહોલ બન્યો છે. ગીર સોમનાથના બીટગાર્ડને તાજેતરમાં ફોરેસ્ટર તરીકેનુ પ્રમોશન
 
પાલનપુરના ફોરેસ્ટરે હપ્તા ઉઘરાવવાની જાણ વનવિભાગને થતા ખખડાવ્યોઃ પ્રસાદી અપાઈ

અટલ સમાચાર, મહેસાણા

બનાસકાંઠા વનવિભાગની પાલનપુર રેન્જના ફોરેસ્ટરે પોતાના ક્ષેત્રાધિકાર વિસ્તારમાં અચાનક પ્રેક્ટીસ શરુ કરી દીધી હતી. જેની જાણ વનવિભાગને થઈ જતા વનઅધિકારીઓ લાલઘૂમ થઈ ગયા હતા. ફોરેસ્ટરને બરોબરનો ખખડાવી થોડી પ્રસાદી આપી હોવાનુ સામે આવ્યું છે. ફોરેસ્ટરની ઘટનાને પગલે જિલ્લા વનવિભાગમાં હાસ્ય સાથે ગભરાટનો માહોલ બન્યો છે.

ગીર સોમનાથના બીટગાર્ડને તાજેતરમાં ફોરેસ્ટર તરીકેનુ પ્રમોશન મળ્યું છે. ફોરેસ્ટર તરીકે પાલનપુર રેન્જમાં મુક્યાને ગણતરીના દિવસોમાં ગેરકાયદેસર રીતે પૈસા બનાવવાનું શરુ કર્યું હતું. જેમાં ગત દિવસોએ હપ્તા ઉઘરાવતા હોવાની જાણ જિલ્લા વનવિભાગને થઈ જતા અધિકારીઓએ સ્થળ ઉપર જઈ પકડ્યો હતો. ફોરેસ્ટર અમરુભાઇ એ પ્રેક્ટીશની વાત કબૂલતા તંત્રના અધિકારીઓ આક્રોશમાં આવી ગયા હતા.

સુત્રોએ જણાવ્યું હતું કે ફોરેસ્ટરને કડક શબ્દોમાં ખખડાવ્યા બાદ થોડી પ્રસાદી પણ અપાઈ હતી. જેની જાણ વનઆલમમાં વાત વાયુવેગે ફેલાઈ જતા ચર્ચાએ જોર પકડ્યું છે.