આ સમાચાર ને શેર કરવા અહી ક્લિક કરો.

અટલ સમાચાર, પાલનપુર

તા.26 ડિસેમ્બરના રોજ પાલનપુર મુકામે ગુજરાત રાજ્ય મહિલા આયોગ અને આર. કે. પટેલ ઉ.મા. કન્યા વિધ્યાલય પાલનપુરના સંયુક્ત ઉપક્રમે વિદ્યાર્થીનીઓને ‘સેલ્ફ ડિફેન્સ ’ અને ‘ ગુડ ટચ બેડ ટચ ’ પર માર્ગદર્શન અને તાલીમ આપવાનું આયોજન કરવામાં આવેલ. જેમા ગુજરાત રાજ્ય મહિલા આયોગ ગાંધીનગરના અધ્યક્ષા લીલાબેન અંકોલીયા, ગુજરાત રાજ્ય મહિલા આયોગના અધિક કલેક્ટર અને સભ્ય સચિવ વિણાબેન પટેલ, પાલનપુર મહિલા પોલીસ સ્ટેશનનાં પી.આઈ.એલ.પી.દેસાઈ, બનાસકાઠા જિલ્લા કેળવણી નિરિક્ષક ,અનિષાબેન પ્રજાપતી, પાલનપુરના ધારાસભ્ય મહેશભાઈ પટેલની ઉપસ્થિતીમા રાજીબા કન્યા વિધ્યાલયની વિદ્યાર્થીની ઓને માર્ગદર્શન તેમજ સ્વરક્ષણ માટેની તાલીમનુ આયોજન કરવામા આવ્યું હતું.

આ પ્રસંગે પાલનપુર મહિલા પોલીસ સ્ટેશનના પી. આઈ દ્વારા જણાવવામાં આવેલ કે, બહેનોની સુરક્ષા માટે પોલીસ ચોવીસ કલાક તૈનાત હોય છે. મુસીબતના સમયમાં 181 હેલ્પલાઈન ડાયલ કરવાથી પોલીસની કોઈપણ સમયે મદદ મળે છે. તેમણે જણાવ્યુ કે, મહિલાઓએ સેલ્ફ ડિફેન્સની તાલીમ લેવી જોઈએ જેથી સ્વરક્ષણ કરી શકાય. આ પ્રસંગે મહિલા આયોગ ના અધ્યક્ષા લીલાબેન અંકોલિયાએ વિદ્યાર્થીનીઓને જણાવેલ કે, મહિલાઓની સુરક્ષા અને સલામતી માટે રાજય સરકાર કટિબધ્ધલ છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો 

આ પ્રસંગે કવચ કાર્યક્રમની ટીમ દ્વારા વિદ્યાર્થીનીઓને આત્મસુરક્ષા માટેની વિવિધ ટેકનીકો જેવિકે લેસ્ટ ટેકનીક, માઈ મવારી ટેકનીક, હીપ ટેકનીક, લોક એન્ડ ચોક ટેકનીક જેવા સ્ટેપ શિખવવામા આવ્યા હતાં. આ કાર્યક્રમમા શાળાના ટ્રષ્ટીગણ, શાળાના આચાર્ય શારદાબેન, શાળા પરીવાર, વિદ્યાર્થીનીઓ વગેરે મોટી સંખ્યામા ઉપસ્થિત રહ્યા હતાં.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code