પાલનપુર@માનવતા: પૈસા ભરેલો થેલો માલિકને સોંપી પ્રામાણિકતા દર્શાવી

અટલ સમાચાર,પાલનપુર પાલનુપુરના એક રિક્ષા ચાલકે પ્રામાણિકતા મિશાલ દર્શાવી છે. પાલનપુરના રિક્ષા ચાલકે દાગીના અને રૂપિયા ભરેલો થેલો મૂળ માલિકને પરત કરી દેતા માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડી પાલનપુરમાં નામ ગૌરવવંતુ કર્યું છે. પાલનપુરના ગુરુનાનનક ચોકથી એરોમાં સર્કલ સુધી દાંતાના મુસાફર અબ્દુલભાઇ રજાકભાઇ, રિક્ષા ચાલક લાલાભાઇ રબારીની રીક્ષામાં બેઠા હતા. તે દરમિયાન અબ્દુલભાઇ દાગીના અને
 
પાલનપુર@માનવતા: પૈસા ભરેલો થેલો માલિકને સોંપી પ્રામાણિકતા દર્શાવી

અટલ સમાચાર,પાલનપુર

પાલનુપુરના એક રિક્ષા ચાલકે પ્રામાણિકતા મિશાલ દર્શાવી છે. પાલનપુરના રિક્ષા ચાલકે દાગીના અને રૂપિયા ભરેલો થેલો મૂળ માલિકને પરત કરી દેતા માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડી પાલનપુરમાં નામ ગૌરવવંતુ કર્યું છે.

પાલનપુરના ગુરુનાનનક ચોકથી એરોમાં સર્કલ સુધી દાંતાના મુસાફર અબ્દુલભાઇ રજાકભાઇ, રિક્ષા ચાલક લાલાભાઇ રબારીની રીક્ષામાં બેઠા હતા. તે દરમિયાન અબ્દુલભાઇ દાગીના અને પૈસાનો થેલો લઇને રિક્ષામાં બેઠા હતા. એરોમાં સર્કલ સુધી પહોંચતા જ મુસાફર થેલો ભુલી ગયા હતા. મુસાફર થેલો ભૂલી જતા તેને શોધવા પ્રયત્ન કર્યો હતો અને મુશ્કેલીમાં મુકાઇ ગયા હતા.

આ બેગ રિક્ષામાં જ રહી ગઇ હોવાની જાણ રિક્ષા ચાલકને થતા જ તેને પોલીસનો સંપર્ક કર્યો હતો. રિક્ષા ચાલકે અબ્દુલ ભાઇનો નંબર શોધી તેમને ફોન કર્યો અને પોલીસને જાણ કરી હતી. અબ્દુલ ભાઇ દાગીના અને રુપિયા ભરેલી બેગ લેવા પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા. ત્યારે રિક્ષા ચાલકે અબ્દુલ ભાઇને પોલીસની હાજરીમાં જ બેગ પરત કરી હતી.