આ સમાચાર ને શેર કરવા અહી ક્લિક કરો.

અટલ સમાચાર,વડગામ

બનાસકાંઠા પોલીસ અધીક્ષક પ્રદિપ સેજુલ તથા નાયબ પોલીસ અધિક્ષક એ.આર.ઝનકાતની સૂચના અને માર્ગદર્શનથી ઘરફોડ ચોરીઓનો ભેદ ઉકેલવા પાલનપુર તાલુકા પો.સ્ટે.ના પો.સ.ઇ. એ.એમ.પટેલ તથા ટીમના એ.એસ.આઇ રહીમખાન, પો.કોન્સ. વિનોદભાઇ તથા પો.કોન્સ. ઘેમરભાઇ ની ટીમે પાલનપુર તાલુકા પો.સ્ટે. વિસ્તારના જેસંગપુરા, લુણવા તથા ઉમેદપુરા(ગોળા) ગામે અલગ અલગ સમયે થયેલ દિવસની ઘરફોડ ચોરીઓનો ભેદ ઉકેલી દીધો છે.

પોલીસે ચોરી કરનાર વિક્રમભાઇ ભોમાભાઇ ખરાડી રહે. હોળીવાસ (કાનપુરા) તા. અમીરગઢ તથા ચોરીનો સામાન લેનાર મુકેશભાઇ શંકરભાઇ સોની રહે. ઇકબાલગઢ, તા. અમીરગઢને પકડી ચોરીમાં ગયેલ તમામ સોના ચાંદીના દાગીના રીકવર કરી કાયદેસર કાર્યવાહી કરવામાં આવેલ છે.

કઇ-કઇ જગ્યાએ શું ચોરી કરી હતી ?

જેસંગપુરા : સોનાની કંઠી, સોનાના બુટીયા, સોનાની સેર, સોનાની વિટીં, મોબાઇલ કૂલ કિ.રુા. ૧,૮૨,૫૦૦/-

લુણવા : ચાંદીના કડલા, ચાંદીનું મંગળસૂત્ર, સોનાની બુટી, મોબાઇલ કૂલ કિ.રુા. ૨૩,૦૦૦/-

ઉમેદપુરા(ગોળા) : સોનાની વાંસડી તથા રોકડ ૧૦,૦૦૦/- તથા મોબાઇલ કૂલ કિ.રુા. ૩૩,૦૦૦/-

મડાણા(ગઢ): ચાંદીના કાંબિયા, ચાંદીનું મંગળસૂત્ર

23 Sep 2020, 12:50 PM (GMT)

COVID-19 Global Stats

31,764,195 Total Cases
974,559 Death Cases
23,370,313 Recovered Cases

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code