પાલનપુરઃ માહિતી ઓફિસના કર્મચારી મફતલાલ બારોટ વિદાય સમારંભ

અટલ સમાચાર, પાલનપુર જિલ્લા માહિતી કચેરી પાલનપુર ખાતે છેલ્લા ૨૦ વર્ષથી વર્ગ-૪માં પ્યુન તરીકે ફરજ બજાવતાં મફતલાલ વી. બારોટ વયમર્યાદાના લીધે નિવૃત્ત થતાં જિલ્લા માહિતી કચેરી પાલનપુરના સ્ટાફ ધ્વારા વિદાય સમારંભ યોજવામાં આવ્યો હતો. આ પ્રસંગે અધિકારી, કર્મચારીઓ દ્વારા તેઓનું શાલ, ફુલહાર અને ગીફ્ટ અર્પણ કરી સન્માન કરવામાં આવ્યું હતુ. પાલનપુર માહિતી કચેરીના અધિકારી અને
 
પાલનપુરઃ માહિતી ઓફિસના કર્મચારી મફતલાલ બારોટ વિદાય સમારંભ

અટલ સમાચાર, પાલનપુર

જિલ્લા માહિતી કચેરી પાલનપુર ખાતે છેલ્લા ૨૦ વર્ષથી વર્ગ-૪માં પ્‍યુન તરીકે ફરજ બજાવતાં મફતલાલ વી. બારોટ વયમર્યાદાના લીધે નિવૃત્ત થતાં જિલ્લા માહિતી કચેરી પાલનપુરના સ્ટાફ ધ્વારા વિદાય સમારંભ યોજવામાં આવ્યો હતો. આ પ્રસંગે અધિકારી, કર્મચારીઓ દ્વારા તેઓનું શાલ, ફુલહાર અને ગીફ્ટ અર્પણ કરી સન્માન કરવામાં આવ્યું હતુ. પાલનપુર માહિતી કચેરીના અધિકારી અને કર્મચારીઓએ મફતલાલ બારોટની ઓફિસમાં કામ કરવાની આગવી કુનેહ અને મિલનસાર સ્વભાવની પ્રશંસા કરી તેમને બિરદાવ્યા હતા.

પાલનપુરઃ માહિતી ઓફિસના કર્મચારી મફતલાલ બારોટ વિદાય સમારંભ

વયનિવૃત્ત અધિકારીની ૩૬ વર્ષ સરકારી નોકરીમાં દાંતા, ડાકોર અને પાલનપુર ખાતે કામગીરી કરી કર્મચારીઓ અને મિડીયાના મિત્રોમાં આદરભર્યુ સ્થાન મેળવ્યું છે. આ પ્રસંગે નાયબ માહિતી નિયામક ડી. પી. રાજપૂત, સિનિયર સબ એડિટર માનસિંહ સિસોદીયા અને રેસુંગ ચૌહાણ, એસ.એમ.પટેલ, ગુલાબસિંહ પરમાર, નટુભાઇ પરમાર, ઉષાબેન પાધ્યા, બી. એસ. વાઘેલા, ભરતભાઇ ચડોખીયા સહિત કચેરીના કર્મચારીઓ અને મફતલાલના પરિવારજનો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમનું સુંદર સંચાલન સિનિયર સબ એડિટર માનસિંહ સિસોદીયાએ કર્યુ હતું.