પાલનપુર: કલેકટરના અધ્યક્ષસ્થાને રાષ્ટ્રીય મતદાતા દિવસની ઉજવણી કરાઇ

અટલ સમાચાર, પાલનપુર પાલનપુર મુકામે કર્મચારી કલ્યાણતંત્ર ભવન ખાતે બનાસકાંઠા જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટર સંદીપ સાગલેના અધ્યક્ષસ્થાને રાષ્ટ્રિય મતદાતા દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે કલેકટરે રાષ્ટ્રીસય મતદાતા દિવસની શુભેચ્છા પાઠવતાં જણાવ્યું હતુ કે, ભારતીય બંધારણના ઘડવૈયાઓએ ભારતના નાગરિકોને કોઇપણ પ્રકારના ભેદભાવ સિવાય તમામને મતદાનના અધિકારો આપ્યાણ છે. વિશ્વના કેટલાંક દેશોમાં મહિલાઓને ખુબ
 
પાલનપુર: કલેકટરના અધ્યક્ષસ્થાને રાષ્ટ્રીય મતદાતા દિવસની ઉજવણી કરાઇ

અટલ સમાચાર, પાલનપુર

પાલનપુર મુકામે કર્મચારી કલ્યાણતંત્ર ભવન ખાતે બનાસકાંઠા જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટર સંદીપ સાગલેના અધ્યક્ષસ્થાને રાષ્ટ્રિય મતદાતા દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે કલેકટરે રાષ્ટ્રીસય મતદાતા દિવસની શુભેચ્છા પાઠવતાં જણાવ્યું હતુ કે, ભારતીય બંધારણના ઘડવૈયાઓએ ભારતના નાગરિકોને કોઇપણ પ્રકારના ભેદભાવ સિવાય તમામને મતદાનના અધિકારો આપ્યાણ છે. વિશ્વના કેટલાંક દેશોમાં મહિલાઓને ખુબ મોડા મતાધિકાર આપવામાં આવ્યા છે. તેમણે કહ્યું કે, આપણી લોકશાહી પ્રણાલી વિશ્વના ઘણા દેશો માટે પ્રેરણારૂપ છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

પાલનપુર: કલેકટરના અધ્યક્ષસ્થાને રાષ્ટ્રીય મતદાતા દિવસની ઉજવણી કરાઇ

કલેકટરે મતદાર નોંધણીમાં શ્રેષ્ઠક કામગીરી કરનાર અધિકરીઓ/કર્મચારીઓને અભિનંદન પાઠવતા જણાવ્યું કે મુક્ત, ન્યાયી વાતાવરણમાં દરેક ચૂંટણીઓ યોજાય તે માટે ચૂંટણીપંચ દ્રારા સુંદર વ્યવસ્થા ગોઠવવા આવે છે. તેમણે કહ્યું કે તા.25 જાન્યુઆરી-1950ના રોજ ભારતના ચૂંટણીપંચની સ્થાપના કરવામાં આવી હતી. ભારતના ચૂંટણી પંચની વિશ્વમાં પ્રતિષ્ઠાઆ છે. ઘણા દેશો આપણે ત્યાં ઇલેક્શન મેનેજમેન્ટ શીખવા આવે છે.

પાલનપુર: કલેકટરના અધ્યક્ષસ્થાને રાષ્ટ્રીય મતદાતા દિવસની ઉજવણી કરાઇ

આ પ્રસંગે થરાદ પ્રાંત અધિકારી વી.સી.બોડાણા, મામલતદાર કમલભાઇ ચૌધરી, મનીષાબેન, સમાજ સુરક્ષા અધિકારી મનીષભાઇ જોષી, ચૂંટણી નાયબ મામલતદાર મહેશભાઇ પરમાર, દિલીપ શેખલીયા સહિત વિવિધ કચેરીઓના અધિકારીઓ, કર્મચારીઓ અને વિધાર્થીઓ તથા લોકો સારી સંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતાં.