file photo
આ સમાચાર ને શેર કરવા અહીં ક્લિક કરો

અટલ સમાચાર, પાલનપુર

ભારતના ચૂંટણી આયોગ દ્વારા લોકસભાની સામાન્ય ચૂંટણી-૨૦૧૯ ની તા.૧૦-૦૩-૨૦૧૯ ના રોજ જાહેરાત થયેલ છે. તે મુજબ બનાસકાંઠા જિલ્‍લામાં સદરહુ ચૂંટણી માટે મતદાન તા.૨૩-૦૪-૨૦૧૯ ના રોજ યોજાનાર છે. અને મતગણતરી તા.૨૩- ૦૫-૨૦૧૯ ના રોજ હાથ ધરાનાર છે. તેમજ આ ચૂંટણીની તમામ પ્રક્રિયા તા.૨૭-૦૫-૨૦૧૯ ના રોજ પુરી થનાર છે. સદરહું ચૂંટણી દરમ્‍યાન બનાસકાંઠા જિલ્‍લામાં કાયદો અને વ્‍યવસ્‍થાની પરિસ્‍થિતી જળવાઇ રહે તે હેતુથી એલ.બી.બાંભણીયા (જી.એ.એસ.) અધિક જિલ્‍લા મેજીસ્‍ટ્રેટ બનાસકાંઠા પાલનપુરને ગુજરાત પોલીસ અધિનિયમ ૧૯૫૧ની કલમ (૩૭) (૧) થી મળેલ સત્તાની રૂએ બનાસકાંઠા જિલ્‍લામાં ઉક્ત ચૂંટણી અન્‍વયે નીચે મુજબના કૃત્‍યો કરવાની મનાઇ ફરમાવવામાં આવી છે. (ક) શસ્ત્રો દંડા, તલવાર, ભાલા, ધોકા, છરી, લાકડી, અથવા શારિરીક ઇજા પહોંચાડી શકાય તેવું કોઇપણ સાધન સાથે લઇ જવું નહીં. (ખ) કોઇ ક્ષયકારી કે સ્‍ફોટક પદાર્થ સાથે લઇ જવો નહી.(ગ) પથ્થરો અથવા ફેંકી શકાય તેવી બીજી કોઇ વસ્તુઓ અથવા તો વસ્તુઓ ફેકવાના ધકેલવાના યંત્રો અથવા સાથે લઇ જવાના નહી. એકઠા કરવા નહી. (ઘ) અપમાન કરવાના અથવા જાહેર કરવાના ઇરાદાથી જાહેરમાં બિભત્સ સૂત્રો પોકારવા નહી, અશ્વીલ ગીતો ગાવા નહી. (ચ) અલંકારીક ભાષણો કરવા, ચાળા પાડવા અથવા નકલ કરવી તેવા કોઇ કૃત્યો કરવા નહી તથા છબીઓ/ચિત્રો/નિશાનીઓ/જાહેરખબરો અથવા તેવા કોઇ પદાર્થો કે વસ્તુ તૈયાર કરવા નહી કે દેખાડવા નહી કે તેનો ફેલાવો કરવો નહી.

આ પ્રતિબંધ તા.૦૧-૦૪-૨૦૧૯ થી તા.૨૭-૦૫-૨૦૧૯ સુધી (બંન્ને દિવસો સહિત) અમલમાં રહેશે.

આ સમાચાર ને શેર કરવા અહીં ક્લિક કરો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code