આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

અટલ સમાચાર,પાલનપુર

બનાસકાંઠા જિલ્લા પોલીસ અધિક્ષકની સુચના અને ના.પો.અધિ.પાલનપુરના માર્ગદર્શનથી લોકસભા ચૂંટણી અનુસંધાને ગેરકાયદેસર દારૂની હેરાફેરી અટકાવવા એ.એમ.પટેલ પોલીસ સબ ઇન્સ્પેક્ટર પાલનપુર તાલુકા તેમજ સ્ટાફના ગુલાબસિંહ, વિનોદભાઈ, ઘેમર ભાઈ, હરજીભાઈ અને દિલીપસિંહ પો.સ્ટે વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા.

આ દરમ્યાન વિનોદભાઈને મળેલી બાતમી આધારે પિરોજપુરા ત્રણ રસ્તા પર દારૂ ભરી સ્વીફટ ગાડી આવવાની હોઇ પોલીસ સ્ટાફ સાથે તેઓ નાકાબંધીમાં હતા. તે સમયે સ્વીફ્ટ વાહન નંબર RJ.38.CA.1385નો ચાલક પોલીસ નાકાબંધીને જોઈ દૂરથી જ પોતાનું વાહન મૂકી ભાગી ગયો હતો. જેથી પોલીસે વાહન તપાસતા ભારતીય બનાવટનો વિદેશી દારૂ બોટલ નંગ. 304 કિંમત રૂપિયા 60,000 તેમજ સ્વીફટ ગાડી કિંમત રૂપિયા 3,00,000 એમ કુલ મુદ્દામાલ રૂ. 3,60,000નો કબ્જે કરી વાહન ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધી પ્રોહિબિશન એક્ટ મુજબ કાર્યવાહી કરવામાં આવેલ છે.

આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code