પોલીસે 50હજારમાં બળજબરીપૂર્વક સમાધાન કર્યાનો રિક્ષાચાલકના પરિવારનો આક્ષેપ

અટલ સમાચાર, મહેસાણા અગ્નિસ્નાન કરનાર રિક્ષાચાલક હોસ્પિટલમાં હોઈ તેની માતાને અંધારામાં રાખી અંગૂઠો કરાવી દીધાનું કહેતા હડકંપ પાલનપુર શહેરમાં તાજેતરમાં રિક્ષાચાલકે પોલીસની કાર્યવાહીથી નારાજ થઈ અગ્નિસ્નાન કર્યું હતું. આથી તાત્કાલિક અસરથી સારવાર હેઠળ ખસેડાયા બાદ તેના પરિવારજનો કાયદાકીય રાહે આગળ વધવાનું ગોઠવી રહ્યા છે. આ દરમિયાન પોલીસે બળજબરીપૂર્વક 50 હજારમાં સમાધાન કરવા અંગુઠો કરાવી દીધાનો
 
પોલીસે 50હજારમાં બળજબરીપૂર્વક સમાધાન કર્યાનો રિક્ષાચાલકના પરિવારનો આક્ષેપ

અટલ સમાચાર, મહેસાણા

અગ્નિસ્નાન કરનાર રિક્ષાચાલક હોસ્પિટલમાં હોઈ તેની માતાને અંધારામાં રાખી અંગૂઠો કરાવી દીધાનું કહેતા હડકંપ

પાલનપુર શહેરમાં તાજેતરમાં રિક્ષાચાલકે પોલીસની કાર્યવાહીથી નારાજ થઈ અગ્નિસ્નાન કર્યું હતું. આથી તાત્કાલિક અસરથી સારવાર હેઠળ ખસેડાયા બાદ તેના પરિવારજનો કાયદાકીય રાહે આગળ વધવાનું ગોઠવી રહ્યા છે. આ દરમિયાન પોલીસે બળજબરીપૂર્વક 50 હજારમાં સમાધાન કરવા અંગુઠો કરાવી દીધાનો આક્ષેપ તેના પરિવારજનો કરી રહ્યા છે.

પાલનપુરના મુસ્લિમ રિક્ષાચાલકને બબ્બેવાર પકડ્યા બાદ અનેક વિનંતીઓ છતાં પોલીસ નહીં માનતા અગ્નિસ્નાન કર્યું હતું. જોકે ગણતરીની પળોમાં આગ બુઝાવી સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. આ તરફ તેના પરિવારજનોએ પોલીસ કાર્યવાહીથી નારાજ થઈ પોલીસ ફરિયાદ કરવા સુધીની તૈયારીઓ કરી છે. આથી સંબંધિત પોલીસ કર્મચારી મારફત સમાધાનના પ્રયાસો શરૂ થયા છે. રિક્ષાચાલકની માતાએ આક્ષેપ કર્યો છે કે તેણીને બળજબરીપૂર્વક લઈ જઈ રૂપિયા 50હજારમા સમાધાન કરાવાયું છે. સમાધાન નહીં કરવાનું હોવાછતાં જાણકારીના અભાવે અંગૂઠો કરાવી દીધાનું જાહેર કરતાં રિક્ષાચાલકના સગાં સંબંધીઓ અને અન્ય રિક્ષાચાલકો પાલનપુર દોડી આવ્યા હતા. જ્યાં તેના પરિવારજનોને મળી કાયદાકીય ટક્કર આપવાની ગોઠવણી શરૂ કરવામાં આવી છે.