આ સમાચાર ને શેર કરવા અહી ક્લિક કરો.

અટલ સમાચાર,પાલનપુર

નાના બાળકો ગુમ થવાની ઘટના ગુજરાત સહિત દેશભરમાં બનતી હોય છે. બનાસકાંઠાના વડા મથક પાલનપુર ગત શનિવારે શાળામાં અભ્યાસ કરતો 6 વર્ષીય બાળક ગુમ થઈ જતાં પરિવાર સહિત શાળા ચિંતામાં પડી ગઈ હતી. આ બાબતે પાલનપુર પોલીસને જાણ કરતાં પોલીસે યુધ્ધના ધોરણે બાળકને શોધવાની તજવીજ હાથ કરી હતી. પોલીસે બાળકનો ફોટો સોશ્યલ મીડિયામાં વેહેતો કરી કાર્યવાહી હાથ ધરી હતી. પાલનપુર પોલીસે કરેલી કાર્યવાહીમાં બાળક સહી સલામત મળી આવ્યું હતું. પોલીસે મળી આવેલા બાળકને બાદમાં પોલીસને સોંપ્યું હતું.

પાલનપુરના ઢુંઢવાડી પાછળની કોઠારી સ્કુલ નજીક રહેતા વિસારભાઈ સત્તારભાઈ મુસલાનો પુત્ર શાહરુખ (ઉંવ.6) શનિવારે સવારે 10:30 કલાકના અરસામાં પાલનપુરની સરસ્વતી સ્કૂલમાં ગયો હતો અને ત્યાંથી તે એકાએક ગુમ થઈ ગયો હતો. આ અંગે શાળાના આચાર્યએ પોલીસને જાણ કરતાં પોલીસ તુરંત વિવિધ ટીમને કાર્યવાહી ચાલુ કરી હતી. દરમિયાનમાં પોલીસ સ્ટાફના દિલીપસિંહ, ગૌરવકુમાર ઉત્તમભાઈ, પાલનપુર સીટી ટ્રાફીકના વિક્રમભાઈ છગનભાઈ, ટીઆરબી ઠક્કર, જીગર પ્રવિણભાઈએ એક્શન પ્લાન પ્રમાણે બાળકના ફોટોઝ મેળવીને તેને વોટ્સએપ દ્વારા પ્રસારિત કરી કાર્યવાહી કરી હતી. કાર્યવાહી દરમ્યાન ગુમ થયેલું બાળક મળી આવ્યું હતું અને બાળક પોલીસે પરિવારને સોંપ્યું હતું. પરિવાર સમક્ષ પોતાનું વહાલસોયું સંતાન આવતાં જ હૃદય દ્રાવક દ્રશ્યો સર્જાયા હતા.

29 Sep 2020, 2:38 AM (GMT)

COVID-19 Global Stats

33,618,848 Total Cases
1,007,687 Death Cases
24,925,221 Recovered Cases

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code