પાલનપુરઃ બારડપુરામાંથી પોલીસે જુગાર રમતા ત્રણને દબોચ્યા

અટલ સમાચાર, ડીસા બનાસકાંઠા જિલ્લાના બારડપુરાથી પાલનપુર પોલીસે ત્રણને તીનપત્તીનો જુગાર રમતા ઝડપી લીધા હતા. અને તેઓની પાસેથી જુગારના સાહિત્ય સહિત મુદ્દામાલ કબજે લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ છે. પ્રાપ્ત થતી માહિતી આધારે પોલીસ અધિક્ષકની સુચના આધારે પાલનપુર પૂર્વ પોલીસ સ્ટાફને બાતમી મળી હતી કે બારડપુરા ગોલનદાજવાસ ખાતે ખુલ્લા ચોકમાં કેટલાક ઈસમો જુગાર રમી રહ્યા
 
પાલનપુરઃ બારડપુરામાંથી પોલીસે જુગાર રમતા ત્રણને દબોચ્યા

અટલ સમાચાર, ડીસા

બનાસકાંઠા જિલ્લાના બારડપુરાથી પાલનપુર પોલીસે ત્રણને તીનપત્તીનો જુગાર રમતા ઝડપી લીધા હતા. અને તેઓની પાસેથી જુગારના સાહિત્ય સહિત મુદ્દામાલ કબજે લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ છે.

પ્રાપ્ત થતી માહિતી આધારે પોલીસ અધિક્ષકની સુચના આધારે પાલનપુર પૂર્વ પોલીસ સ્ટાફને બાતમી મળી હતી કે બારડપુરા ગોલનદાજવાસ ખાતે ખુલ્લા ચોકમાં કેટલાક ઈસમો જુગાર રમી રહ્યા છે. જેથી યુદ્ધના ધોરણે પોલીસે રેઈડ કરી કાસમભાઈ અબ્દુલ રહેમાન શેખ રહે.ગોલનદાજવાસ-પાલનપુર, આસીફભાઈ સબ્બીરભાઈ મન્સુરી રહે.રબારીવાસ, સલેમપુરા, પાલનપુર તથા નાસીરભાઈ અહેમદભાઈ મેવાતી રહે.ગોલનદાજવાસ પાલનપુરવાળાને જાહેરમાં ગંજીપાના વડે તીનપત્તીનો હારજીતનો જુગાર રમતા ઝડપી લીધા હતા.

આ રેઈડ દરમિયાન મુદ્દામાલમાં જુગારનું સાહિત્ય, એક મોબાઈલ ફોન કિ.રૃ.500, રોકડા 10,680 મળી કુલ મુદ્દામાલ કિ.રૃ.11,180 કબજે લેવાયો હતો. તેમજ પાલનપુર પૂર્વ પોલીસે જુગારધારાની કલમ મુજબ કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે.