અટલ સમાચાર, પાલનપુર
પાલનપુરમાં છેલ્લા એક સપ્તાહથી જાહેર રોડ પર આડેધર વાહનો પાર્ક કરનારાઓ સામે કડક કાર્યવાહી હાથ ધરવામાંઆવી છે. ત્યારે પાલનપુર સીટીલાઈટ રોડ પર ટ્રાફીક નિયમનનો ભંગ કરી અડચણ કરતાં વીરાભાઈ દેવભાઈ પટેલ રહે.દેવપુરાના પાલનપુર વાળાને સ્થળદંડ ભરવાનું કહેતાં ઉશ્કેરાઈ જઈ પોલીસકર્મી પર હુમલો કરી અને ફસાવી દેવાની ધમકી આપી ઝપાઝપી કરી હુમલો કરતાં પોલીસે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.