આ સમાચાર ને શેર કરવા અહી ક્લિક કરો.

અટલ સમાચાર, પાલનપુર

લાકસભાની સામાન્ય ચૂંટણી અન્વયે સ્વીપ અંતર્ગત મતદાન યોજાશે. બનાસકાંઠા જીલ્લાના મતદારોની જાગૃતિમાં નોંધપાત્ર વધારો થાય અને જીલ્લામાં વિક્રમજનક મતદાન થાય તે માટે સ્વીપ અંતર્ગત વિવિધ કાર્યક્રમો યોજીને લોકોમાં મતદાન અંગે જાગૃતિ લાવવાનું અભિયાન ચાલી રહ્યું છે. પાલનપુર મુકામે વિધામંદિર સ્કુલ કેમ્પર્સમાં 40 ફૂટની રંગોળી સ્પાર્ધાનું ઉદઘાટન જીલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર બનાસકાંઠા સંદીપ સાગલેના હસ્તે કરવામાં આવ્યું હતું.

વિધામંદિર સ્કુલના 10 જેટલા ચિત્ર શિક્ષકોની મદદથી 40 ફૂટ મોટી રંગોલી દ્વારા મતદાન જાગૃતિ લાવવાનો પ્રયાસ હાથ ધરવામાં આવ્યો છે. આ પ્રસંગે જીલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર સંદીપ સાગલે જણાવ્યું કે તા. 23 એપ્રિલના રોજ લોકસભા સામાન્ય ચૂંટણી માટે મતદાન થવાનું છે ત્યારે જંગી મતદાન કરવા અપીલ કરી હતી. તેમણે કહ્યું કે ચૂંટણી નિર્ભય, તટસ્થ અને મુક્ત માહોલમાં યોજાય તે માટે ચૂંટણી તંત્ર દ્વારા વ્યાપક વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. તેમણે જણાવ્યું કે મતદારોની જાગૃતિમાં નોંધપાત્ર વધારો થાય અને વિક્રમજનક મતદાન થાય તે માટે સ્વીપ અન્વયે વ્યાપક પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે. મતદાન જાગૃતિ માટે યોજાતા આવા કાર્યક્રમોને લોકો તરફથી ઉત્સાહજનક પ્રતિભાવ મળી રહ્યા છે.

નોડલ ઓફીસર સ્વીપ અને જીલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી પ્રજાપતિ, વિધામંદિર કેમ્પર્સના સંચાલક હસમુખભાઇ મોદી, જીલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી મુકેશભાઇ ચાવડા સહિત શિક્ષકો, વિધાર્થીઓ અને અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.

આ સમાચાર ને શેર કરવા અહી ક્લિક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code